તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોધરાના ગેની પ્લોટ પાસેથી 26 કિલો ગૌમાંસ જપ્ત કરાયું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી ડીવિઝને કાર્યવાહી દરમ્યાન 4 લોકો સામે ગુનો નોંધ્યો

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન પટેલને બાતમી મળી હતી કે ગોધરા શહેરના ગેની પ્લોટ વિસ્તારમાં આવેલ ઉમર મસ્જિદ નજીક આવેલા ઝોકમાં ગૌમાંસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ કરતા અબ્દુલ રઉફ ઉફ્રે સઉદ હાજી હુસેન બદામના મકાનમાંથી 21 કિલોગ્રામ માંસનો જથ્થો, જ્યારે હનીફા સિદ્દીક યુસુફ ભાઈજમાલના મકાનમાં 3 કિલો માંસનો જથ્થો તેમજ શહેનાઝ અસ્લમ ઈકબાલ ભોલના મકાનમાં 1 કિલોગ્રામ માંસનો જથ્થો મળી અાવ્યો હતો, આમ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા કુલ રૂા. 5720નો 26 કિલોગ્રામ માંસનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂા. 5970નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

આ માંસનો જથ્થો ગૌમાંસ હોવાની આશંકાએ વેટરનરી લેબમાં માંસના નમૂના મોકલવામાં આવ્યા હતા. જે વેટરનરી લેબમાં માંસના નમૂના ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું, આમ ગૌવંશની કતલ કરવાના ગુનામાં અબ્દુલ રઉફ ઉફ્રે સઉદ હાજી હુસેન બદામ, ફેસલ અબ્દુલ રઉફ ઉર્ફે સઈદ હાજી હુસેન બદામ, હનીફા સિદ્દીક યુસુફ ભાઈજમાલ તથા શહેનાઝ અસલમ ઈકબાલ ભોલ નામના ચાર ઈસમો સામે શહેર બી ડિવિઝન પોલીસમથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મુજબ ગુનો નોંધી તેઅોને ઝડપવાના ચક્રો ગતીમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...