લોકડાઉન:લગ્નમાં ભાગ લેવા ગયેલા ગોધરાના 26 લોકો પાકિસ્તાનમાં ફસાયા, અટારી-વાઘા બોર્ડરમાંથી પ્રવેશ આપવા મંજૂરી માગી

ગોધરા2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં ફસાયેલા પરિવારના 4 લોકો

ગોધરાના 26 લોકો છેલ્લા 2-3 મહિનાથી પાકિસ્તાનના કરાચીમાં ફસાયા છે. મેરેજ સેરેમનીમાં ભાગ લેવા ગયેલા આ તમામ લોકો લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયા છે. તેમાંના કેટલાક લોકો 22 ફેબ્રુઆરી એ પાકિસ્તાન ગયા હતા. જ્યારે અન્ય લોકો 11મી માર્ચે ગયા હતા. ભારત પરત આવવા માટે તેમણે સરકાર પાસે મંજૂરી માગી હતી. પરંતુ સરકારે તેમની મંજૂરી સ્વીકારી નહોતી. 4 જૂને તેમણે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ટિકિટ બુક કરી છે. તેમણે સરકાર પાસે અટારી-વાઘા બોર્ડરથી ભારતમાં આવવા માટે મંજૂરી માગી છે. પાકિસ્તાનના કરાંચીમાં રહેતા સામાજિક કાર્યકર સલીમ મુર્શાદ ગોધરાના લોકોએ પરત મોકલવામાં મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે. ગોધરામાં રહેતા કેટલાય લોકોના પરિવારજનો અને સંબંધીઓ પાકિસ્તાનમાં રહે છે. જેને કારણે અવારનવાર આવા કિસ્સાઓ બનતા રહે છે. આ પહેલા પણ 370ની કલમ નાબૂદ કરી હતી. ત્યારે પણ ગોધરાના 80 લોકો પાકિસ્તાનમાં ફસાયા હતા.

અન્ય સમાચારો પણ છે...