તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન કોર્સવર્ક:ગોવિંદ ગુરુ યુનિ.માં PHDની બીજી બેચનું કોર્સવર્ક શરૂ થતાં 255 વિદ્યાર્થીઓ જોડાયા

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્સવર્ક 19 ફેબ્રુ. સુધી ચાલશે, કોરોનાને લઇ ઓનલાઇન કોર્સવર્ક લેવાઇ રહ્યો છે
 • PHD કરનારા વિદ્યાર્થીઓએ DRACની કમિટી સમક્ષ પોતોના અભિપ્રાયો વર્ણવ્યાં

શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.માં શરૂ થતા PHDના અભ્યાસ માટે જુદા જુદા વિષયો પર PHD કરનારા વિદ્યાર્થીઓ DRACની કમીટી સમક્ષ પોતાના અભિપ્રાયો રજુ કર્યા હતા. ગોધરામાં વર્ષ 2015થી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી શરૂ કરાઇ જેમાં પાચ જિલ્લાની 140 ઉપરાંત કોલેજોનો સમાવેશ કરાયો છે. ઉચ્ચ કારકીર્દીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને જિલ્લા બહાર દુર સુધી જવુ પડતુ હતુ. યુનિ.ના વાઇસ ચાન્સલર પ્રતાપસિંહ ચૌહાણના પ્રયત્નોથી યુનિવર્સીટીમાં ગત વર્ષથી PHDનો અભ્યાસ શરૂ થઇ ગયો છે.

મીડીયા કન્વીનર ર્ડો. અજયભાઇ સોનીએ જણાવ્યુ હતુ કે ચાલુ વર્ષથી PHDમા શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.ના 70 ટકા તથા અન્ય યુનિ.ના 30 ટકા પ્રમાણે 255 વિદ્યાર્થીઓએ UGCની ગાઇડ લાઇન્સ 2018 અને રોષ્ટર 200 મુજબ તમામ બેઠકો ભરાઇ છે.

તથા જે જગ્યા ખાલી રહેશે તે મેરીટ આવતા રોષ્ટર મુજબ ભરાશે. વિદ્યાર્થીઓનો કોર્સવર્ક સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે તા.5 ફેબ્રુ થી 19 ફેબ્રુ. સુધી ચાલશે તે દરમ્યાન દિવસના 6 કલાક પ્રમાણે 90 કલાક પાંચ ગૃપના કો.ઓર્ડીનેટર તથા PHDના એક્ષપર્ટો જેમા સૌરાષ્ટ્ર યુનિ.ગુજરાત યુનિ. અેમ અેસ અેસપી યુનિ તથા અન્ય વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા રીસર્ચના સાધનો,કોમ્પ્યુટરનો રીસર્ચમાં ઉપયોગ,લીટ્રેચર રીવ્યુ જેવા વિષયો પર માર્ગદર્શન પુરૂ પડાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો