ગોધરા તાલુકા પોલીસ ગઢ ચુંદડી પાસે નાકાબંધી કરીને વાહન ચેકીંગ કરતી હતી. તે દરમ્યાન ટ્રેલર અાવતા પોલીસે રોકીને ચાલક પાસે ટ્રેલરની અંદરના સામાન વિશે પુરછપરછ કરી હતી. ટ્રેલરના ચાલક પ્રકાશચંદ્ર ભીખારામ બીશ્રોઇઅે મહારાષ્ટ્રના નાગપુર ખાતેની કંચન અેન્ટરપ્રાઇઝઅે મોકલેલા દવાના ઇન્જેકશનનો વડોદરાના ગોત્રી રોડ પરના અંતરીક્ષ બિલ્ડીગ ખાતેની કંપનીમાં પહોંચાડવાના છે. તેમ કહીને બિલ્ટી અાપી હતી.
પોલીસને શક જતાં બંધ બોડીના ટ્રેલરમાં તપાસ કરતાં દવાના ઇન્જેકશનના ખોખાઅોમાંથી રૂા.22,75,200નો દારૂનો જથ્થો મળી અાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ડાક પાર્સલ લખેલી ટ્રેલરમાં ખોટી બિલ્ટી બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરવામાં અાવી રહી હતી. દારૂનો જથ્થો મળી અાવતાં પોલીસે ચાલક પ્રકાશચંદ્ર બિશ્રોઇની અટકાયત કરીને પુછપરછ કરતાં અા દારૂનો જથ્થો હરીયાણાના ગુડગાંવ ખાતેની રાધેશ્યામ નામના ઇસમે ભરીને વડોદરા પહોચીને રાધેશ્યામ જેને કહે તેને દારૂનો જથ્થો પહોચાડવાનો હતો. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ તથા ટાટ ટ્રેલર મળીને કુલ રૂા. 32,77,200નો મુદ્દામાલ કબજે કરીને ફરીયાદ નોધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.