તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:પંચમહાલમાં કોરોનાના 22 કેસ નોંધાયા

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 33 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ : સક્રિય દર્દીઓનો આંક 212 થયો

પંચમહાલ જિલ્લામાં રવિવારે કોવિડ-19 સંક્રમણના 22 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3385 થવા પામી છે. 33 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 212 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 20 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 12, હાલોલમાંથી 3 કેસ અને કાલોલમાંથી 5 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2473 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 2 કેસ મળી આવ્યા છે. હાલોલ ગ્રામ્યમાંથી 1 કેસ અને ઘોઘંબા ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 912 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા રવિવારે કુલ 33 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3050 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 212 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. જયારે એક કોરોના મૃતકનો ઓડિટ રીપોર્ટ આવતાં નોન કોવિડમાંથી એક કોરોના મૃતકને કોવિડમાં ગણાતાં જિલ્લામાં કોવિડથી મોત 67 થયા હતા. અને નોન કોવિડથી 56 કોરોના દર્દીઓના મોંત નોધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો