મુંઝવણ:પંચમહાલમાં 20 લગ્નો, 500 લગ્નોના ગરબા, રિસેપ્શન રદ : 150ની મર્યાદાથી ઉત્સાહ ઓસર્યો

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંકુ છાંટી કંકોતરી મોકલી પણ ઘરેથી આશીર્વાદ આપજો
  • કોરોના ગાઇડ લાઇનને લીધે કેટરર્સે તમામ વસ્તુના ભાવ ડબલ કરી દીધા
  • ​​​​​​ કોરોનાની નવી ગાઇડ લાઇન આવતાં ભપકેદાર લગ્નો સાદાઇથી યોજાશે
  • ​​​​​​​કોને બોલાવવા અને કોને નહીં તે લગ્ન યોજનાર પરિવારની મુંઝવણ
  • ​​​​​​​​​​​​​​જાન્યુ. 21, 22, 23માં સૌથી વધુ લગ્નો ફેબ્રુ.ની 5, 6, 7ના લગ્નો રદની શકયતા
  • ​​​​​​​કમૂરતા પહેલા કંકોત્રી વહેંચી દીધી હવે ના પાડવાનો વારો ​​​​​​​​​​​​​​

કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના કેસમાં ઝડપી વધારો થતાં સરકારે લગ્ન સમારોહમાં 150 સંખ્યાની મર્યાદાથી લગ્ન યોજવાની ગાઇડ લાઇન જાહેર કરતાં જિલ્લામાં 500થી વધુ લગ્ન સાદાઇથી યોજવા મજબૂર બન્યા છે. જયારે 20થી વધુ લગ્ન રદ કરાયા છે. ઉત્તરાયણ બાદ લગ્નના મુર્હત હોવાથી ઘરના લગ્ન પ્રસંગને લઇને પરિવારનો ઉત્સાહ કોરોનાની ગાઇડ લાઇનથી અોસરી ગયો હતો.

જાન્યુઅારીમાં સૌથી વધુ લગ્ન 21,22,23 તારીખે હોવાથી ઉત્તરાયણ પહેલા લગ્નની કંકોત્રી વહેચી દીધા બાદ 150 લોકોની મર્યાદાવાળી ગાઇડ લાઇન અાવતાં પરિવાર કોને બોલાવવા અને કોને ના બોલવાની મુંઝવણમાં મુકાઇ ગયા છે. કેટરિંગ, ડેકોરેશન, રિશેપ્શન સહીતની તૈયારી થઇ ગઇ હતી.

પણ ગાઇડ લાઇનને લીધે 800થી 1500ની રસોઇ બનાવાના અોર્ડરો કેન્સલ કરવાની નોબત અાવી છે. ત્યારે બીજી બાજુ કેટરીંગવાળાઅોઅે 150 મહેમાનોની મર્યાદા થતાં ભાવમાં વધારો કરી ડબલ કરી દીધો છે. લગ્નમાં ગરબા સહિતના મનોરંજન કાર્યકમો પણ રદ કર્યા છે. ત્યારે ગોધરા શહેરમાં જાન્યુઅારીમાં 100 જેટલા લગ્ન સમારોહ સાદાઇથી કરશે.

‘સંબધીઅોને ફોન કરીને ઘરેથી જ અાશીર્વાદ અાપવાનું જણાવી દીધું છે’
મારી દિકરીના લગ્ન 23 તારીખે થવાના હોવાથી ઉત્તરાયણ પહેલા કંકોત્રી વહેચી દીધી હતી. બાદમાં સરકારે ગાઇડ લાઇન મુજબ 150 લોકોની મર્યાદા કરતાં મોટા ભાગના સંબધીઅોને ફોન કરીને ઘરેથી અાર્શીવાદ અાપવાનું જણાવી દીધું છે. અેકની અેક દિકરી હોવાથી ધામધુમથી લગ્ન કરવાનો ઉમળકો કોરોનાની ગાઇડને લઇને અોસરી ગયો છે. હવે ઘરે જ અંગત સંબધીઅોની ઉપસ્થિતિમાં ગાઇડ લાઇન મુજબ લગ્ન યોજીશું .> રૂપેન મહેતા

લગ્ન સીઝન ફેઇલ ગઇ
નવી ગાઇડ લાઇન અાવતાં મોટા 3 અોર્ડરો કેન્સલ થયા છે. જયારે 400 જેટલાની રસોઇના અોર્ડર ઘટીને 150 જેટલી કરી દીધા છે. 21 અને 22 તારીખના મોટા અોર્ડર કેન્સલ થયા છે. અને મોટા અોર્ડર ઘટાડીને 150 ના કરી દેતાં લગ્ન સિઝન ફેઇલ ગઇ છે.> બીપીનભાઇ જોષી, રસોઇયા

અોર્ડરો કેન્સલ થતાં મોટું નુકસાન થયું છે
મારી પાસે ગોધરામાં દોઢથી બે લાખના ડેકોરેશનના અોર્ડર હતા. પણ નવી ગાઇડ લાઇન અાવતાં તમામ મોટા અોર્ડરો રદ થઇ ગયા છે. હવે નાના અોર્ડર પુરા કરીશું. ધંધો લગ્ન સિઝનમાં ચાલતો હોવાથી અોર્ડરો કેન્સલ થતાં બહુ મોટું નુકસાન થયું છે. >લાલાભાઇ સૈયદ, ડેકોરેશનવાળા

​​​​​​​ફેબ્રુઅારીના લગ્ન યોજવા કે રદ કરવા મુંઝવણ
​​​​​​​​​​​​​​
​​​​​​​જાન્યુઅારીના 20,21,22,23 તારીખના લગ્નવાળાઅે કંકોત્રી વહેચી દેતાં લગ્ન ગાઇડલાઇન મુજબ યોજશે. પરંતુ ફ્રેબ્રુઅારી માસની 5,6,7 તારીખે પણ વધુ લગ્નો છે. તેઅો હજુ લગ્ન કંકોત્રી વહેચી ન હોવાથી તેઅો લગ્ન રાખવા કે રદ કરવા તેની મુઝવણમાં છે. કોરોના કેસ અને ગાઇડ લાઇનમાં ફેરફર અાવે છે કે નહિ તેની રાહ જોઇઅને નીર્ણય લેશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...