તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:મહીસાગરમાં કોરોનાના નવા 2 કેસ, કુલ 2012, પંચમહાલમાં કોરોનાનો 1 કેસ નોંધાતાં કુલ આંક 3955 થયો

ગોધરા, લુણાવાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 1952 દર્દીઓ સાજા થઇ સ્વગૃહે પરત ફર્યા, હાલ 15 દર્દીઓ સારવાર હેઠળ

કોરોનાની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા અનેક પગલાંઓ ભરાઈ રહ્યા છે. કડાણા તાલુકાના 01 પુરૂષ, લુણાવાડા તાલુકાની 01 સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ 2012 કેસ પોઝિટિવ નોંધાયા છે. સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી સંતરામપુર તાલુકાના 01 પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા અપાતા સોમવારે સ્વગૃહે પરત ફરતા જિલ્લામાં કુલ 1952 દર્દી સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણથી 9 લોકોનાં મૃત્યુ થયા છે. અન્ય કારણથી 36 દર્દીનંુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 1,23,631 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જિલ્લાના 74 વ્યક્તિ હોમક્વોરન્ટાઇન હેઠળ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓ પૈકી 13 દર્દીઓ સ્ટેબલ અને 02 દર્દીઓ ઓક્સિજન પર છે.

પંચમહાલમાં 4 દર્દીઓને રજા અપાતાં હવે સક્રિય દર્દીઓ 16
પંચમહાલ જિલ્લામાં સોમવારે કોરોનાનો એક નવો કેસ મળી આવ્યો છે. ગોધરા શહેરમાંથી આ એકમાત્ર કેસ નોંધાયો છે. 4 દર્દીઓને રજા આપવામાં આવતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 16 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2892 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1063 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3955 થવા પામી છે. જયારે કોવિડથી 69 અને નોનકોવિડથી 71ના મોત નિપજ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો