કોરોના ઇફેક્ટ:ગોધરા એસટી ડિવિઝનને 10 દિવસમાં 2 કરોડની ખોટ

ગોધરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોના ઇફેક્ટ : એસટીને ખોટ - Divya Bhaskar
કોરોના ઇફેક્ટ : એસટીને ખોટ
  • ગત ઓગસ્ટમાં 4.78 કરોડની સામે આ વર્ષે 2.74 કરોડની આવક થઇ

કોરોનાને લીધે એસટી વિભાગની બસો બંધ કરી દેતાં વિભાગને કરોડોની ખોટ ખાવી પડી હતી. ત્યાર બાદ સરકારની ગાઇડ લાઇન મુજબ 1 જુન 2020થી બસો શરૂ કરવામાં આવી હતી. જેમાં બસમાં ફકત 60 ટકા મુસાફરો બેસાડવા અને તેઓની મેડીકલ તપાસણી બાદ મુસાફરી માટે બસમાં બેસાડી રહ્યા છે. ગોધરા એસટી વિભાગમાં કુલ 551 બસો છે. જેમાંથી હાલ 370 બસો દોડી રહી છે. પરંતુ બસમાં 60 ટકા લેખે એક બસમાં ફકત 33 જેટલા મુસાફરોને બેસાડાય છે. એસટી વિભાગ દ્વારા ડેપો અને પોઇન્ટ પર થર્મલ ગનથી ચેક કરીને બસમાં મુસાફરોને બેસાડે છે. પણ એસટી વિભાગને 60 ટકા મુસાફરોને બેસાડવાની સરકારની ગાઇડ લાઇનના લીધે ખોટ સહન કરવાની નોબત આવી છે. ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટ મહિનાના 10 દીવસમાં ગોધરા એસટી વિભાગને અધધ બે કરોડની ખોટ આવી છે.

જે ગત વર્ષ ઓગસ્ટ મહિના 10 દિવસમાં 4.74 કરોડની આવક સામે ચાલુ વર્ષે ઓગસ્ટના 10 દિવસે ફક્ત 2.78 કરોડની આવક આવી છે. સરકારની ગાઇડ લાઇનના લીધે એસટી વિભાગને કરોડો રૂપિયાની ખોટ આવી રહી છે. જો ફકત 10 દીવસમાં બે કરોડની ખોટ આવી તો 1 જુનથી બસો સેવા ચાલુ થઇ તો એસટી કરોડો રૂપિયાની કેટલા રૂપિયાની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. હાલ અનલોક -3 માં સરકારે અનેક છુટ આપી છે તો એસટીમાં માસ્ક પહેરીને બસની તમામ સીટો પર મુસાફરોને બેસાડવાની મંજુરી આપવામાં આવે તો એસટી વિભાગની ખોટ સરભર થયા તેમ છે.

અવારનવાર ઘર્ષણના બનાવો બને છે
સરકારી ગાઇડ લાઇન મુજબ એસટી બસોમાં 33 સીટ પર મુસાફરોને લીધે બસમાં બેસવા મુસાફરો અને કંડકટર વચ્ચે ઘર્ષણ થતુ રહે છે. એસટી વિભાગે 101 થર્મલ ગનથી બસમાં બેસતાં મુસાફરોનું સ્ક્રીનીગ કરીને બેસાડે છે. હાલ તોથર્મલ ગનની સુવિધા હોય તેવા રુટ પર બસ દોડાવી રહી છે. જેને લઇને એસટી વિભાગને 60 ટકા મુસાફરોને લીધે ડિવિઝનને કરોડનો લોસ થયો છે.

અન્ય સમાચારો પણ છે...