તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોધરા નગર પાલિકાની ચૂંટણીના ઉમેદવારીપત્રો ચકાસણી પ્રક્રિયા શરૂ થતાં કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ 1ના ભાજપના ઉમેદવાર ગોવિંદભાઇ નાયક અને વોર્ડ 4 ના ભારતીબેન પટેલના પાલિકાના રૂા. 23913 લેણાં બાકી હોવાની વાંધા અરજી કરી હતી. વાંધા અરજીમાં જણાવેલ કે વર્ષ 2011 માં ચેકડેમની ઉચાઇ વધારવાના કેસમાં પાલીકાના જે તે વખતના 23 સભ્યો પાસેથી રૂા. 5.93 લાખની વસુલાત કરવાનો હુકમ કર્યો હતો. જેથી પાલિકાના એક સભ્ય પાસેથી રૂા. 23913ની વસુલાત કરવાની હતી. નગર પાલિકાઅે નાણા ભરવાની નોટીસ આપી હતી. બાદમાં તેઅો વસુલાતને લઇને હાઇકોર્ટ જતાં હાલ કેસ પેન્ડીંગ છે.
ત્યારે વોર્ડ 1 અને વોર્ડ 4 ના ભાજપના ઉમેદવારો ફોર્મ ભરતી વખતે નો ડયુ સર્ટી રજુ કર્યુ છેે. જે ખોટું હોવાનુ જણાવીને કોગ્રેસે બંનેના ફોર્મ રદ કરવાની માંગ કરી હતી. ફોર્મ રદ થાય તો કોગ્રેસના બે ઉમેદવાર બિનહરીફ અાવે તેમ હોવાથી કોગ્રેસે વાંધા અરજી દાખલ કરતાં ગોધરા નગર પાલીકાની ચુંટણી અધિકારીઅે ચેકડેમની વસૂલાતોનો કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે અને પાલિકાના મુખ્ય અધીકારીઅે ખાસ નોટિસ અાપી ના હોવાથી ફોર્મ રદ થાય તેમ ન જણાતાં વાંધા અરજી અગ્રાહ્ય કરવાનો હુકમ કર્યો હતો. અામ ભાજપના બે ઉમેદવારના ફોર્મ મંજુર કરતાં ગોધરા કોગ્રેસ છંછેડાઇને હાઇકોર્ટના દરવાજા ખખડવાની ચમકી અાપી હતી.
અમે હાઇકોર્ટમાં જઇને ઉમેદવારી રદ કરાવીશું
ભાજપના વોર્ડ 1 અને વોર્ડ 4 ના ઉમેદવારોના પાલિકાના બાકી લેણાંના રૂા. 23913 લેવાના નીકળે છે. જેને લઇને અમે વાંધા અરજી કરી હતી. પણ ચૂંટણી અધિકારીઅે અમારી અરજી અમાન્ય કરીને ભાજપના બંને ઉમેદવારોના ફોર્મ માન્ય કરતાં અમે હાઇકોર્ટના જઇને તેઅોની ઉમેદવારી રદ કરાવીશું. > અાબિદ શેખ, વકીલ
ગોધરા નગરપાલિકાના 54 ફોર્મ અમાન્ય કરાયાં, કુલ 208 માન્ય
પંચમહાલની સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભર્યના બાદ 15 મીઅે ફોર્મ ચકાસણી પ્રક્રીયા શરૂ કરાઇ હતી. જેમાં ગોધરા નગર પાલિકાના 11 વોર્ડના કુલ 262 ફોર્મની ચકાસણીમાં 208 ફોર્મ માન્ય કરીને 58 ફોર્મ અમાન્ય કર્યા હતા. જેમાં ડમી ફોર્મ સહીતના ફોર્મનો સમાવેશ થાય છે. જયારે પાલીકાના વોર્ડ 1ના ઉમેદવારનું ફોર્મ ત્રણ બાળકોને લઇને રદ કર્યું હતું. વોર્ડ 4 માં અેક ઉમેદવારે બે ફોર્મ ભર્યા હતા. પણ પાલિકાના પ્રમાણપત્ર રજુ કરેલ ન હોવાથી તેઅોનું ફોર્મ રદ કરેલ હતું. વોર્ડ 5 ના અેક ઉમેદવારના ટેકેદારે અન્ય ફોર્મમાં પણ સહી કરી હોવાથી ફોર્મ રદ કર્યું હતું. અામ પાલીકાની ચૂંટણીમાં 3 ફોર્મ રદ થયા હતા. જયારે જિ.પં.ની 38 બેઠકમાં કુલ 142 ફોર્મમાંથી 58 અમાન્ય અને 84 માન્ય કર્યા હતા. ગોધરા પાલીકાની ચૂંટણીમાં વિવિધ વોર્ડમાં ઉમેદવારીપત્ર સામે 3 વાંધા અરજી અાવી છે.
કોંગ્રેસ છોડી ગાડીયા પંચાયત બેઠક પર મહિલાની અપક્ષ ઉમેદવારી
સંતરામપુર તાલુકાના કોંગ્રેસના દિગ્ગજ અને વર્ષોથી કામ કરતા અને વિધાનસભાના દાવેદાર એવા મણીબેન ડામોરે પાર્ટી દ્વારા છેલ્લા 6 માસથી જિલ્લા પંચાયતની ગાડીયા સીટ ઉપર તમારે ચૂંટણી લડવાની છે. તેવી બાંહેધરી આપેલી અને પરંતુ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સદાવદ અને આયાતી ઉમેદવારની ટિકિટ આપતા વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા મણીબેન સ્થાનિક સંખ્યાબંધ મતદારોના સમર્થન સાથે ગાડીયા જિલ્લા પંચાયતની બેઠક માટે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમને દરેક જગ્યાએથી સારો સહકાર મળી રહ્યો છે. જોકે અહીં વિજય માટે મહેનત કરવી પડશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.