તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગોધરાના ઇદગાહ મહોલ્લાથી ગૌમાંસના જથ્થા સાથે 2 ઝબ્બે, પોલીસે 6 વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મુજબ ગુનો દાખલ

એક સફેદ કલરની ઇકો કારમાં બિસ્મીલ્લાહ કાલુભાઇ શેખ અને રશીદ મજીદ શેખનાઓ ગૌમાંસનો જથ્થો લઇને ગોધરા શહેરના ઇદગાહ મહોલ્લા નજીક આવવાની બાતમી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન પટેલને મળતાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા એક સફેદ કલરની ઇકો કાર મળી હતી. જે ગાડીમાં તપાસ કરતા એક થેલામાંથી માંસનો જથ્થો મળ્યો હતો. પોલીસે ગૌમાંસ હોવાની શંકાને આધારે વેટરનરી ડોકટર પાસે સેમ્પલ લેવડાવ્યા હતા.

સેમ્પલ ચેકીંગ દરમ્યાન માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું સામે આવ્યું હતું, પોલીસે માંસનો જથ્થો, બે મોબાઇલ ફોન તેમજ કાર મળી કુલ રૂા.2.17લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા ગૌમાંસનો જથ્થો મોકલનાર શહેરાના શોએબ રઉફખાન પઠાણ અને વસીમ પઠાણ તથા આ ગૌમાંસનો જથ્થો લાવનાર બિસ્મિલ્લાહ કાલું શેખ અને રશીદ મજીદ શેખ તેમજ આ ગૌમાંસનો જથ્થો મંગાવનાર ગોધરાના અમીનાબીબી ઉર્ફે આમની મોહમ્મદ હનીફ જરગાલ અને ખાલિદા કલોટા એમ કુલ છ ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો