તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાના 194 કેસ સામે 189ને રજા અપાઇ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા તા.માં 70 અને હાલોલ તા.માં 68 કેસ નોંધાયા

પંચમહાલ જિલ્લામાં બુધવારે કોરોના પોઝીટિવ ના 194 કેસ નોધાતા જિલ્લામાં કોરોના કુલ 8127 કેસ નોધાયા હતા. જેમાં શહેરી વિસ્તારો ગોધરા 50, હાલોલ 24 તથા કાલોલ 3 કોરોના કેસ નોધાતા શહેરી વિસ્તારમાં કોરોના કુલ 5042 કેસ નોધાયા હતા. જયારે ગ્રામ્ય વિસ્તાર ગોધરા 20, હાલોલ 44, ઘોઘંબા 27, જાબુઘોડા 13, કાલોલ 2, મોરવા(હ) 7 અને શહેરા 4 કોરોના કેસ મળી અાવતાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કુલ 3135 કેસ મળી અાવ્યા હતા.

જિલ્લામાં બુધવારે કોરોના 189 કોરોના દર્દીઅોઅે કોરોનાને માત અાપતા સાજા થતાં તેઅોને રજા અપાઇ હતી. જિલ્લામાં કોરોના કુલ 6488 દર્દીઅો સાજા થયા હતા. જિલ્લામાં કોરોના 1456 સક્રીય દર્દીઅો સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોનકોવિડથી 113 કોરોના દર્દીઅો મૃત્યુ પામ્યા હતા.

બુધવારથી 45 વર્ષથી ઉપરની ઉમંરવાળા વ્યક્તિઅોને 42 દીવસ બાદ રસી મુકાવવાની લાઇડ લાઇન અાવતાં બુધવારે 437 વ્યક્તિઅોને કોરોનાની રસી મુકાઇ હતી. જયારે જિલ્લામાં કુલ 255398 વ્યક્તિઅોઅે રસીકરણમાં ભાગ લીધો હતો.

મહીસાગરમાં 120 પોઝિટિવ કેસ નોંધાતા આંક 6320, 110 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ
​​​​​​​લુણાવાડા. મહીસાગર જિલ્લામાં બુધવારે બાલાસિનોર તાલુકામાં 22, કડાણા તાલુકામાં 12, ખાનપુર તાલુકામાં 4, લુણાવાડા તાલુકામાં 42, સંતરામપુર તાલુકામાં 35 અને વિરપુર તાલુકામાં 5 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા જિલ્લામાં કોરોનાના કુલ ૬૩૨૦ કેસ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકામાં 20, કડાણા તાલુકામાં 9, ખાનપુર તાલુકામાં 15, લુણાવાડા તાલુકામાં 28, સંતરામપુર તાલુકામાં 21 અને વિરપુર તાલુકામાં 17 દર્દીઓએ બુધવારે કોરોનાને મ્હાત આપતાં તેમને રજા આપવામાં અાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4561 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે રર વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 218727 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 578 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...