તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પંચમહાલમાં 7 માસમાં 158 કેસ પકડી 182 લાખની વસૂલાત : 4 વ્યક્તિ સામે ખાણખનીજની કાર્યવાહી

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખનીજ ચોરી ની મળેલી ફરિયાદ અન્વયે ખનીજ ચોરી અટકાવવા ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચેકીંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા બિન અધિકૃત રીતે ખનન, વહન અને સંગ્રહ કરતા કસુરદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પંચમહાલ ખાણ ખનીજ વિભાગે ઓક્ટોબરના સમયગાળા દરમિયાન બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ અંગે ની કુલ 24 કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે પૈકી ઇસમો પાસે થી રૂ.35.20 લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી હતી. જેમાં ચાલુ નાણાંકીય વર્ષમાં 1 એપ્રિલથી 10 નવેમ્બર સુધીમાં બિન અધિકૃત ખનન, વહન અને સંગ્રહના કુલ 158 કેસ ઝડપી પાડયા હતા. કસુરદારો પાસે થી રૂ.182.72 લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી છે.

તેમજ ચાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ 20 જેટલી લિઝની તપાસણી હાથ ધરી રૂ.42 લાખની વસુલાત બાબતે લિઝ ધારકોને નોટિસ આપી લિઝને હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી. વધુમાં 14 સ્ટોકની તપાસણી હાથ ધરી રૂ.12.65 લાખની વસુલાત કરવામાં આવી છે.આ ઉપરાંત ક્ષેત્રીય ટીમ દ્વારા હાલોલ તાલુકામાં તપાસણી હાથ ધરતા 10 મેટ્રિક ટન પ્રમાણે ની બિન અધિકૃત રીતે સાદીમાટી ખનીજ ભરેલી બે વાહનો અને ત્રણ મેટ્રિક ટન સાદી રેતી ખનીજ ઓવર લોડ વાહનો પકડી વાહનો સિઝ કરી રૂ.30 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. વાહન માલિક પાસેથી દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો