તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:પંચમહાલમાં બીજી લહેરમાં GST- વેટની આવકમાં 178 કરોડનો ઘટાડો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની પહેલી કરતાં બીજી લહેર વેપાર માટે ઘાતક બની

પંચમહાલ જિલ્લામાં જીઅેસટી-વેટ ધરાવતા 11,000 ડીલરો છે. તેઅોના થકી કોરોનાની પ્રથમ લહેર વખતે જિલ્લામાં જીઅેસટી-વેટથી સરકારને 315.48 કરોડની અાવક થઇ હતી. પ્રથમ લહેરમાં 3 માસનું લોકડાઉન થયું હોવા છતાં જિલ્લામાં જીઅેસટી-વેટની અાવક પર કોઇ અસર થઇ ન હતી.

પંચમહાલ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ચાલુ થતાં સરકારે અાંશીક લોકડાઉન જાહેર કર્યુ હતું. જેમાં વેપાર ધંધા અાંશિક ખુલ્લા હોવા છતાં વેપારમાં મંદી અાવતાં બીજી લહેરમાં સરકારને જીઅેસટી-વેટમાંથી ફક્ત 136.91 કરોડની અાવક થઇ હતી. અામ કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં વેપાર ધંધા પર માઠી અસર પડતાં જીઅેસટી-વેટની અાવકમાં 178 કરોડ જેટલી અાવક ઘટી હતી.

કોરોનાની મહામારીમાં પ્રથમ લહેર કરતાં બીજી લહરે ધાતક બનતાં સરકારની તિજોરીમાં જિલ્લામાંથી વર્ષ 2019-20માં 315.48 કરોડ અાવક થઇ હતી. જયારે બીજી લહેરનું વર્ષ 2020-21 માં 136.91 કરોડ અાવક થતાં અાશરે 43 ટકા જેટલી અોછી અાવક થતાં જિલ્લામાં વેપાર ધંધા પડી ભાગ્યા હોય તેમ લાગી રહ્યું છે.

સાૈથી વધુ GST પવન ચક્કીની કંપની ચૂકવે છે
જિલ્લામાં જીઅેસટી-વેટ ધરાવતા 11,000 ડીલરો ટર્ન અોવરથી જીઅેસટી-વેટ અાવક સરકારને મળે છે. જિલ્લાની કુલ જીઅેસટી-વેટની અાવકમાંથી 70 ટકા અાવક હાલોલના અાૈધોગીક અેકમોમાં અાવે છે. જયારે તેના સિવાયના વિસ્તારમાંથી ફક્ત જીઅેસટી-વેટની 30 ટકા અાવક સરકારની તિજોરીમાં જમા થાય છે. હાલોલના અાેધોગીક અેકમોમાં સાેથી વઘુ જીઅેસટીની અાવક પવન ચક્કીની 3 કંપનીઅો માથી અાવે છે. 5 ટકા જીઅેસટી હોવા છતા પવન ચક્કી કંપની 100 કરોડ જેટલો જીઅેસટી ચુકવે છે.

અન્ય સમાચારો પણ છે...