તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેસ્ક્યૂ:પાવાગઢમાંથી 17 દીપડાને જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ખસેડાયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓપરેશન ગુપ્ત રાહે કરીને જૂનાગઢ દીપડાઓને ખસેડાયા તેમજ પાવાગઢના રેસ્ક્યૂ સેન્ટરની તસવીર.
  • રેસ્ક્યૂ સેન્ટરના 10ની ક્ષમતાવાળા સેન્ટરમાં 17 દીપડાઓ હતા
  • નરભક્ષી દીપડાઓને રેસ્ક્યૂ સેન્ટર સજારૂપે રખાયા હતા

પંચમહાલ , મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, કેવડીયા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવવસ્તીઓમાં દીપડાઓ ઘૂસીને પશુઓનું મારણ અને માનવી પર હુમલાઓ કરીને માનવભક્ષી બનેલ દીપડાઓને વન વિભાગ દ્વારા પિજરાં મુકીને પકડી પાડવામાં આવે છે. નરભક્ષી બનેલા દીપડાઓને પકડીને પાવાગઢના ધોબી કુવા ખાતેના રેસ્ક્યૂ સેન્ટરમાં સજારૂપે રાખવામાં આવે છે. 10 વર્ષ અગાઉ પાંચ જિલ્લાઓમાં ખુંખાર બનેલા દીપડાઓ માટે રેસ્ક્યૂ સેન્ટર બનાવામાં આવ્યું હતુ.

જેમાં દાહોદ જિલ્લામાંથી 10, છોટાઉદેપુર જિલ્લામાંથી 4 અને જાંબુઘોડા જંગલની આસપાસના વિસ્તારમાંથી 3 દીપડાઓને પકડીને સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. અત્યાર સુધી રેસ્ક્યૂ સેન્ટરમાં 17 દીપડાઓ રાખવામાં આવ્યા હતા. 10ની ક્ષમતાવાળા રેસ્ક્યૂ સેન્ટરમાં 17 દીપડાને રખાતાં વન વિભાગ દ્વારા તેને અન્ય ખસેડવા રજૂઆત કરાઇ હતી. પાવાગઢના સેન્ટરમાંથી દીપડાઓને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં ખસેડવા મંજૂરી મળતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગુપ્ત રાહે દીપડાઓને ખસેડવાની કામગીરી કરાઇ હતી.

તાજેતરમાં માનવવસ્તીમાં દીપડાઓ ઘૂસીને હુમલાઓ કરવાના અનેક બનાવો બન્યા છે. પાવગઢના સેન્ટરમાંથી 17 દીપડાને જૂનાગઢ ખસેડ્યા બાદ સેન્ટર ખાલી થઇ ગયું હતું. બાદ અન્ય જિલ્લાના 3 માનવભક્ષી દીપડાને પકડી પાવાગઢ સેન્ટર લવાયા છે.

દીપડાઓને નામથી બોલાવાય છે
ખુંખાર દીપડાઓને પકડીને રેસ્ક્યૂ સેન્ટરમાં લાવીને સેલમાં રાખવામાં આવે છે. દીપડા અને દીપડીને રોજ ખાવા આપતાં કર્મી તેઓના લક્ષણ અને રૂપ જોઇને નામ પાડે છે. જેથી જેનું નામ બોલે તે ખાવા માટે સેલના ખાના પાસે આવી જતાં હતા. રેસ્ક્યૂ સેન્ટરમાં ઊંચા દીપડાનું નામ બચ્ચન રાખેલ હતું. જ્યારે બીજા જુલી, રેખા, ખુશી, કીમુ, શૈલા, રાજુ, મહારાજા, રઘુ જેવા નામના 17 દીપડા-દીપડીઓ હાલ જૂનાગઢના ઝૂમાં પહોંચી ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો