તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:ગોધરાની 160 બિલ્ડિંગ ફાયર સિસ્ટમ વિનાની, ફાયર વિભાગ નોટિસ આપશે

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાયર વિભાગ આ એકમોને ત્રીજી વખત નોટિસ આપશે પણ પેટનું પાણી હાલતું નથી
 • ગોધરા સિવિલમાં ત્રણ ફાયરમેન વારાફરતી 24 કલાક તૈનાત રાખ્યા

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં એકમોના ફાયર સિસ્ટમની ચર્ચાઓ ઉઠવા પામી હતી. ત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલની કોવિડ સેન્ટરમાં અપુરતી ફાયર સુવિધા હોવાથી કલેક્ટર ફાયરથી બચવા સુધારા કરવા આદેશ આપ્યા હતા. પણ ગોધરા શહેરની બિલ્ડીંગોમાં ફાયર સિસ્ટમ વગર અનેક બિલ્ડીંગ લોકોની અવર જવરથી ધમધમી રહ્યા છે. જ્યારે જ્યારે રાજ્યમાં કોઇ જગ્યાએ અગ્નિકાંડની ધટના બને ત્યારે ફાયર વિભાગ જાગીને ફાયર એનઓસી મેળવવા નોટિસ આપીને સંતોષ માને છે. કારણ કે સરકારે ફાયર વિભાગના નિયમો બનાવીને હાથ બાંધી દીધા છે. ફાયર વિભાગ એકમોને એનઓસી પણ આપી શકતું નથી જેના માટે વડોદરા સુધી લાંબુ થવું પડે છે. ગોધરા પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના રેસિડન્ટ, કોર્મશિયલ, હોસ્પિટલો, હોટલો, સ્કૂલ, એજ્યુકેશન એકમમાં ફાયર સિસ્ટમ ન હોય તેવાનું લિસ્ટ બનાવીને ફાયર સિસ્ટમ નાખવા માટે નોટિસ ફટકારશે. ફાયર વિભાગ દ્વારા શહેરના ફાયર સિસ્ટમ વગર એકમોને ત્રીજી વખત નોટિસ આપશે. નોટિસ આપવા છતાં નિયમોથી બંધાયેલી ગોધરા ફાયર વિભાગ કશુ કરી શકતી નથી. ફાયર સિસ્ટમ વગરના એકમોને સીલ પણ ફાયર વિભાગ કરી શકતું નથી. જેથી ફાયર વિભાગને વધુ સત્તા આપવામાં આવે તો ફાયર વિભાગ કડક કાર્યવાહી કરે તો આગ જેવા બનાવમાં નુકસાની ઓછી આવી શકે તેમ છે.

ઊંચાઇ મુજબ ફાયર સિસ્ટમ ન હોય તેવા એકમો ઉંચાઇ મુજબ મુજબ ફાયર સિસ્ટમ ન હોય તેવા એકમોમાં

 • 15 મીટર ઉપરના 60 રેસિડન્ટ બિલ્ડીંગ
 • 15 મીટર ઉપરના 45 કોર્મશિયલ બિલ્ડીંગ
 • હોસ્પિટલ- 15
 • સ્કૂલ તથા કોલેજ- 27
 • હોટલ, રેસ્ટોરન્ટ- 13નો સમાવેશ કરવામાં આવ્યો છે.

સિવિલમાં 3 ફાયરમેન નિમાયા
ગોધરા સિવિલની કોવિડમાં હાલ મોકડ્રીલ કરાયું હતું. જેમાં ખામીઓ મળી આવી હતી. જેને લઇને સુધારા કરવા આદેશ અપાયા હતા. તેમજ સિવિલમાં આગ જેવા બનાવને નાથવા માટે 24 કલાક તૈનાત રહે તેવા કોન્ટ્રાકટર બેઇઝ 3 ફાયરમેનની નિમણૂક કરી છે. જેથી ફાયરમેન તરત જ આગને કાબૂ કરીને નુકસાનીથી બચાવી શકાશે.

ફાયરના સાધનોની ટ્રેનિંગ લેવી પડશે
મોટાભાગે બિલ્ડીંગ કે અન્ય સ્થળે અગ્નિશામક સાધન હોવા છતાં આગ પર કાબૂ મેળવી શકતા નથી. આગ લાગે પણ સ્થળ પરના હાજર એકમના કર્મીને સાધન ચલાવતા ન આવડતાં આગ બેકાબૂ બની જાય છે. જેથી ફાયર સિસ્ટમ લગાવ્યા બાદ ઓફિસ કે એકમના કર્મીને ફાયર સિસ્ટમ ઓપરેટ કરવાની ટ્રેનિંગ લેવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો