તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાનનો ધોધ વહ્યો:દેશભરમાંથી 2.77 લાખ લોકોએ 3 મહિનાના ધૈર્યરાજને બચાવવા 38 દિવસમાં 15.48 કરોડનું દાન આપ્યું, હવે માત્ર 52 લાખ બાકી

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
16 કરોડ રૂપિયા જમા થઈ જશે એવા જ ધૈર્યરાજના ઇલાજ માટે ઇન્જેક્શન મગાવવામાં આવશે. - Divya Bhaskar
16 કરોડ રૂપિયા જમા થઈ જશે એવા જ ધૈર્યરાજના ઇલાજ માટે ઇન્જેક્શન મગાવવામાં આવશે.
  • મહીસાગરના 3 માસના ધૈર્યરાજસિંહની સારવાર માટે 16 કરોડની જરૂર છે
  • આશરે 2.77 લાખ દાનવીરોએ નાનો-મોટો ફાળો આપી મદદ પહોંચાડી
  • 38 દિવસમાં ધૈર્યરાજના પિતાના અકાઉન્ટમાં દાનની રકમ જમા થઈ

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના આવેલા કાનેસર ગામના મધ્યમવર્ગી પરિવારના ત્રણ માસના ધૈર્યરાજસિંહની સારવાર માટેના ઇન્જેક્શન માટે રૂ. 16 કરોડની જરૂર છે, જે માટે માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવી ગયું છે. રાજ્ય સહિત દેશભરમાંથી 2.77 લાખ લોકોએ નાનું-મોટું દાન કરી આ ફાળો એકત્રિત કર્યો છે. હજી પણ સારવારનાં ઇન્જેક્શન માટે જરૂરી 16 કરોડની રકમ એકત્રિત થતાં જ અમેરિકાથી એને મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. ધૈર્યરાજને સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફી ફેક્ટશીટ નામની બીમારીની સારવાર કરવાની છે.

મહીસાગરના લુણાવાડા તાલુકાના ધૈર્યરાજસિંહ રાઠોડને એસએમએ-1 એટલે (સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફી ફેક્ટશીટ) નામની બીમારી હોવાની જાણ તેના પિતા રાજદીપસિંહ રાઠોડને થોડા સમય પહેલાં જ થઈ હતી. આ રોગની સારવાર માટેનું ઇન્જેક્શન રૂ. 16 કરોડમાં અમેરિકાથી મગાવવું પડે તેમ છે.

ઇન્જેક્શન માટે ધૈર્યરાજના પિતાએ માતબર રકમ ભેગી કરવાની હતી.
ઇન્જેક્શન માટે ધૈર્યરાજના પિતાએ માતબર રકમ ભેગી કરવાની હતી.

લુણાવાડા તાલુકાના ખાનપુરના રહેવાસી રાઠોડ રાજદીપસિંહ સુરેન્દ્રસિંહને ડોક્ટરોએ કહ્યું હતું કે ધૈર્યરાજના ઇલાજ માટે તેમની પાસે એક વર્ષ છે અને તેની સારવારમાં જે ઇન્જેક્શનનો ઉપયોગ થવાનો છે એની કિંમત 16 કરોડ રૂપિયા છે. આમ, ઇન્જેક્શન માટે ધૈર્યરાજના પિતાએ માતબર રકમ ભેગી કરવાની હતી.

જોકે પરિવારે ચિંતા કર્યા વગર ધૈર્યરાજના નામે ઇમ્પેક્ટ ગુરુ નામના એનજીઓમાં પોતાનું અકાઉન્ટ ખોલાવી એમાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી હતી. ઉપરાંત તેમણે આ રકમ ભેગી કરવા મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના તમામ લોકો પાસે પ્રાર્થના કરી છે. ત્રણ માસના ધૈર્યરાજસિંહ માટે દાનવીરોએ ઉદાર હાથે દાન આપતાં તેના પિતાના ખાતામાં 38 દિવસમાં 15,48,66,844 શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં જમા થઈ ગયા હતા. જેવા 16 કરોડ રૂપિયા જમા થઈ જશે તેવો જ તેનો ઇલાજ કરવા ઇન્જેક્શન મગાવવામાં આવશે.

ધૈર્યરાજ માટે વિવિધ સમાજ, સંસ્થાઓ આગળ આવી.
ધૈર્યરાજ માટે વિવિધ સમાજ, સંસ્થાઓ આગળ આવી.

આશરે 2.77 લાખ જેટલા દાનવીરોએ દાનનો ધોધ વરસાવ્યો હતો. માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયા એકત્રિત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ધૈર્યરાજ માટે વિવિધ સમાજ, સંસ્થાઓ આગળ આવ્યા છે. યુવાનો પણ રસ્તા પર દાન એકત્રિત કરી રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો