છેતરપિંડી:પંચામૃત ડેરીમાં નોકરીની લાલચ આપી 15 લાખની ઠગાઇ કરાઇ

ગોધરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરામાં ચેરમેનને રૂા.3 લાખ આપવા પડશે તેમ કહીને પૈસા પડાવ્યા હતા

ગોધરાની પંચામૃત ડેરીમાં નોકરી માટે માણસો લેવાનું કહીને શહેરાના ડુંગરપુરના ભેજાબાજે નોકરી ઇચ્છુકો પાસેથી એક વ્યક્તિ દીઠ રૂા.3 લાખ લઇને કુલ રૂા.15 લાખ ઉઘરાવીને ડેરીમાં નોકરી નહિ અપાવીને વિશ્વાસઘાત અને ઠગાઇ કરી હોવાની ફરિયાદ ગોધરાના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ હતી.

શહેરા તાલુકાના ડુંગરપુર ગામનો રાજુભાઇ ડાહ્યાભાઇ ભરવાડે તેમના મિત્ર નૈનેશભાઇને જણાવ્યુ કે ગોધરાની પંચામૃત ડેરીના અલગ અલગ વિભાગોમાં માણસોની જરૂર છે. કોઇને નોકરીની જરૂર હોય તો એક વ્યક્તિ દીઠ રૂા.3 લાખ આપવા પડશે તેમ કહેલ હતું. જેથી નૈનેશભાઇએ પ્રણય રાણા અને અન્ય 4 નોકરી ઇચ્છુકોને નોકરી માટે રાજુભાઇ ભરવાડને મળાવ્યા હતા.

રાજુ ભરવાડે કહ્યુ કે તમારે ડેરીમાં નોકરી જોઇતી હોય તો ચેરમેનને રૂા.3 લાખ આપવા પડશે. તમે ત્રણ લાખ રૂપિયા આપશો તો તમને બે મહિનામાં ડેરીમાં નોકરીનો કાયમી ઓર્ડર આપી દઇશું તેમ રાજુ ભરવાડે જણાવ્યું હતુ. જેથી પ્રણવ રાણા સહિત 5 નોકરી ઇચ્છુકોએ રૂા.3 લાખ લેખે રૂા.15 લાખ રાજુ ભરવાડને આપ્યા હતા. બે માસ થયા બાદ ડેરીમાં નોકરી ન લગાવતાં નોકરી ઇચ્છુક પ્રણવ રાણાએ શહેરાના ડુંગરપુરના રાજુ ભરવાડ વિરુદ્ધ રૂા.15 લાખની ઠગાઇ અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ગોધરાના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...