ઇ- ચલણનો દંડ:ગોધરામાં 1.43 કરોડના ઇ-મેમો અપાયા, લોકોએ માત્ર 52 લાખ ભર્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીટ બેલ્ટ, ત્રિપલ સવારી, નંબર પ્લેટ સહિતના ગુનામાં ઇ- ચલણ ઇશ્યુ કર્યા : નેત્રમના કેમેરા 89 ગુનાના ભેદ ઉકેલવામાં મદદગાર નિવડયા
  • 45,429 ઇ- ચલણમાંથી 18,522 ઇ- ચલણનો દંડ ભરાયો : પોલીસે ઇ- ચલણ લઇને ઘરે ઘરે જઇ દંડ ઉઘરાવવાનું શરૂ કર્યું

ગોધરા શહેરમાં ટ્રાફિક નિયમન અને ગુનાઅો કરીને ભાગી જતાં ગુનેગારોને ઝડપવા શહેરમાં અલગ અલગ સ્થળો પર કુલ 243 કેમેરા ગોઠવીને શહેરીજનોની સલામતી અને સુરક્ષાના હેતુંથી વિશ્વાસ પ્રોજેકટ હેઠળ નેત્રમ કમાન્ડ કટ્રોલ રૂમ ઉભો કર્યો છે. જેમાં હાઇ રેઝોલ્યુશનવાળા કેમેરા સીસીટીવી નેટવર્કથી સજ્જ સ્ક્રીન મુકવામાં અાવ્યા છે. 2020 થી ટ્રાફિકના નિમયોનો ભંગ કરનાર , અકસ્માત કરીને ભાગી જનાર તથા ગુનો અાચરીને ભાગી જનાર ગુનેગારને પકડવા નેત્રમ કમાન્ડ કટ્રોલના કેમેરા અાર્શીવાદ સમાન બન્યા છે.

દોઢ વર્ષમાં ગોધરા શહેરમાં ટ્રાફિકના નિમયો જેવા કે સીટ બેલ્ટ, ત્રિપલ સવાર, નંબર પ્લેટ, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી સહિતના નિયમોનો ભંગ કરનાર 45,429 વાહન ચાલકને ઇ-ચલણ પેટે રૂા. 1,43,50,500 નો દંડ ફટકારમાં અાવ્યો છે. જેમા અત્યાર સુઘી 18,522 ચાલકોઅે રૂા.51,96,500 ઇ- ચલણના ભર્યા છે. જયારે બાકીના 26,907 ઇ- ચલણના રૂા.91,54,000નો દંડ વાહન ચાલકોઅે ભર્યો નથી. દોઢ વર્ષમાં રૂા.1.43 કરોડના દંડમાંથી ફક્ત 35 ટકા ચાલકોઅે દંડ ભર્યો છે. જેથી ઇ- મેમાની પરવા ન કરતાં ચાલકો પાસેથી દંડ વસુલવા પોલીસ છેલ્લા અેક માસથી ધરે ધરે જઇને ચાલકોને દંડ ભરવાનું જણાવી રહ્યા છે.

ગુનાનો ભેદ ઉકેલવામાં નેત્રમ કેમરા મદદરૂપ
નેત્રમ કમાન્ડ કટ્રોલમાં જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલની નિગરાની હેઠળ પોસઇ અેચ.અેન. વસાવા સહિત કેમેરા પર 15 કર્મીઅો સ્ક્રીન પર નજર લગાવી રહ્યા છેે. જેનાથી ગોધરા શહેરમાં થયેલા 89 ગુનાનો ભેદ ઉકેલવામાં નેત્રમ કેમરેાની સિંહ ફાળો રહ્યો છે. જેમાં હીટરેન કેસ, કોવિડના નિમયોનું ઉલ્લખન, લૂંટ, વાહન ચોરી સહીતના ગુનાન અારોપીને પકડવા કેમેરાની મુખ્ય ભૂમીકા બની છે.

26907 લોકોએ હજુ સુધી દંડ નથી ભર્યો

  • 45429 ઇ- ચલણથી દંડાયેલા ચાલકોની સંખ્યા દંડની રકમ રૂા. 1,43, 50,500
  • 18522 દંડ ભરનાર ચાલકોની સંખ્યા ભરેલા દંડની રકમ રૂા.51,96,500
  • 26907 દંડ ભર્યા નથી તેવા ચાલકો બાકી દંડની રકમ રૂા. 91,54,000

હાલોલ અને કાલોલમાં કેમેરા લગાવવામાં આવશે
​​​​​​​નેત્રમ કમાન્ડ કટ્રોલ દ્વારા ગોધરામાં તો 243 કેમેરા ફીટ કરેલા છે. જયારે પાવાગઢ ખાતેના 6 લોકેશન પર સીસીટીવી કેમેરા કાર્યરત છે. હવે અાવનારા સમયમાં હાલોલ અને કાલોલના લોકેશન પર કેમેરા લગાવવામાં અાવશે. જેમાં હાલોલમાં 160 કેમેરા અને કાલોલમાં 80 કેમેરા ગોઠવવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...