તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પંચમહાલમાં કોરોના સંક્રમણના નવા 14 કેસો નોંધાયા : આંક 3771

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • 14 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક 136 થયો

પંચમહાલમાં બુધવારે કોવિડ-19 સંક્રમણના નવા 14 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3771 થવા પામી છે. 14 ર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 136 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 8 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 7 અને કાલોલમાંથી 1 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2760 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં મળેલા કેસોની વિગતો જોઈએ તો ગોધરા ગ્રામ્યમાંથી 3 કેસ, ઘોઘમ્બા ગ્રામ્યમાંથી 1, કાલોલ ગ્રામ્યમાંથી 2 એમ ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 6 કેસો મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1011 કેસ મળ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 14 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી હતી. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 136 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

મહીસાગરમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં આજે કડાણા તાલુકાની 1 સ્ત્રી, લુણાવાડા તાલુકાના 1 પુરૂષ, સંતરામપુર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જિલ્લામાં કોરોનાકુલ 1943 કેસ પોઝીટીવ નોધાયા છે. બુધવારે જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી કડાણા તાલુકાની 1 સ્ત્રી, લુણાવાડા તાલુકાની 2 સ્‍ત્રી, 1 પુરૂષ, સંતરામપુર તાલુકાના 2 પુરૂષોએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1844 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 44 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 106844 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 218 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો