પેટ્રોલમાં ભાવ વધારા પર પ્રતિક્રિયા:17 દિવસમાં 13 વખત ભાવવધારો, રોજનો રૂ.10 હજારનો બોજો વધ્યો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં સોશિયલ મીડિયા પર આ પ્રકારના ફોટા વાયરલ થયા હતા. - Divya Bhaskar
ગોધરામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં સોશિયલ મીડિયા પર આ પ્રકારના ફોટા વાયરલ થયા હતા.
  • ગોધરામાં પેટ્રોલ પ્રતિ લિટરે 102.99 અને ડીઝલ 102.36 : 17 દિવસમાં પેટ્રોલમાં રૂ. 3.82, ડીઝલમાં રૂ. 4.75નો વધારો
  • ગોધરા નગરમાં 10 જેટલા પેટ્રોલપંપ છે જ્યાં રોજનું સરેરાશ 30 હજાર લિટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થતું હોવાનો અંદાજ

ગોધરા શહેરમાં અલગ અલગ પેટ્રોલિયમ કંપનીના 10 જેટલા પેટ્રોલપંપ આવેલા છે. ગોધરા નગરમાં રોજનું સરેરાશ 30 હજાર લિટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ થતાં હોવાના આંકડા જાણવા મળી રહ્યા છે. ત્યારે 1 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ગોધરા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ 13 વખત વધતાં ભાવ વધારાનો બોજો વાહન ચાલકો પર પડ્યો છે. રવિવારે ગોધરા શહેરમાં પેટ્રોલનો ભાવ રૂા.102.99 અને ડીઝલનો ભાવ રૂા.102.36 પૈસા હતો. ત્યારે છેલ્લા 1 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી પેટ્રોલનો ભાવ 13 વખત વધ્યો અને ચાર દિવસ ભાવ યથાવત રહ્યો હતો. આમ 17 દિવસમાં ગોધરામાં પેટ્રોલનો ભાવ રૂા.3.82 પૈસા વધીને રૂા.102.99 સુઘી પહોંચ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ રૂા.4.75 પૈસા વધીને રવિવારે રૂા.102.36 પૈસા થતાં મોંધવારીનો માર જનતા પર પડ્યો છે. તહેવારની સીઝન હોવાથી વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવથી જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. નગરજનો પર વધતા પેટ્રોલના ભાવથી રોજનો રૂા.10 હજાર જેટલો બોજો વધ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ 85 ડોલર પ્રતિ બેરલે છે. જેના લીધે પેટ્રોલ- ડીઝલના ભાવમાં ભડકો થતા મોંઘવારી પર અસર જોવા મળી છે.

જાણે વડાપ્રધાનને લોકો કહી રહ્યા છે કે હવે તો ભાવ વધારવાનું બંધ કરો..
જાણે વડાપ્રધાનને લોકો કહી રહ્યા છે કે હવે તો ભાવ વધારવાનું બંધ કરો..

માસિક 1.70 લાખ લિટર કરતાં ઓછુંં વેચાણ થતાં કેટલાય પંપો બંધ થવાની શક્યતાઓ
ગોધરા પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ પરાગ શાહના જણાવ્યા અનુસાર જ્યારે 66 રૂપિયા પેટ્રોલનો ભાવ હતો ત્યારે અપૂર્વ મેરા કમિટીના સર્વે મુજબ જે પેટ્રોલ પંપનું માસિક 1.70 લાખ લિટર કરતાં ઓછું પેટ્રોલ-ડીઝલનું વેચાણ હશે તેવા પેટ્રોલપંપ બંધ થવાની કગાર પર આવી જશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા પણ અમારા પેટ્રોલપંપ ડીલરોના કમિશનનો રેટ વર્ષ 2017 પછી વધ્યો જ નથી. કમિશનમાંથી લોસીસ, પગાર, બેંક સહિતના ખર્ચો કાઢવા મુશ્કેલ બન્યા છે. હવે તો બસ આવો ભાવવધારો થવો બંધ થાય તે જ ઇચ્છનીય છે. નહીં તો પેટ્રોલપંપના સંચાલકોની કફોડી હાલથ થઇ શકે છે.

આેક્ટોબરમાં ભાવોની સ્થિતિ

તારીખપેટ્રોલડીઝલ
199.1797.61
299.4197.93
399.6598.25
599.8998.58
6100.1898.96
7100.4799.34
8100.7699.71
9101.05100.09
10101.34100.47
11101.63100.85
14101.97101.23
15102.31101.6
16102.65101.98
17102.99102.36

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...