તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લામાં સોમવારે કોવિડ-19 સંક્રમણના નવા 13 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3747 થવા પામી છે. 17 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 161 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. સોમવારે નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 11 કેસો મળી આવ્યા છે.
જેમાં ગોધરામાંથી 10 અને શહેરામાંથી કોરોનાનો 1 કેસ નોધાતાં શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2743 કેસ નોંધાયા છે. તથા ગ્રામ્ય વિસ્તારોમાં મળેલા 2 કેસમાં કાલોલ ગ્રામ્યમાંથી 1 અને શહેરા ગ્રામ્યમાંથી 1 મળી ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 1004 કેસો મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા શુક્રવારે કુલ 17 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3454 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 161 થઈ છે જેમની હાલ સારવાર ચાલી રહી છે. કોવિડથી 68 દર્દીઓના મોત અને નોન કોવિડથી 64 દર્દીઓના મોત થયા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.