ફાળવણી:12 ગૌશાળાને રૂા. 20 લાખની ગ્રાન્ટ ફાળવી

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલ લોકડાઉનના સમયગાળામાં ગૌશાળાઓને ઘાસચારા સહિતની કોઇ તકલીફ ના પડે તે માટે પંચમહાલની રજિસ્ટર્ડ ગૌ- શાળાઓ પાંજરાપોળોને તા. 01 એપ્રિલ થી તા. 30 એપ્રિલ 2020 સુધીના સમયગાળા માટે પ્રતિ દિન પશુ દીઠ રૂ.25/-નું ફાળવ્યા છે. 12 જેટલી ગૌ-શાળાઓ/પાંજરાપોળોના કુલ 2743 પશુઓ માટે રૂ.20,57,250/-ની ગ્રાન્ટ ફાળવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...