તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:જિલ્લામાં જમીનના નવા કાયદાની 12 અરજી આવતાં તપાસનો આરંભ, અરજીનો નિકાલ 6 મહિનામાં કરવાનો હોય છે

ગોધરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજી ગોધરા-7, હાલોલ-2, મોરવા(હ)-1, શહેરા-1થી આવી

રાજ્ય સરકાર દ્વારા જમીન માફિયાઓને નશ્યત કરવા લાગુ કરાયેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટના અસરકારક અમલ કરવા અંગે કમિટીની રચના કરી હતી. નવા જમીનના કાયદાને લઇને જમીન માફીયામાં ફફડાટ પેસી ગયો હતો. ત્યારે જિલ્લામાંથી નવા જમીનના કાયદાની 12 અરજીઅો કલેકટર કચેરી ખાતે અાવી છે. અા અરજીઅોની તપાસ પીઅાઇ, ડીવાસઅેસપી કે પ્રાંન્ત અધીકારી કરશે. નવા કાયદા મુજબ અરજીનો નિકાલ 6 માસમાં કરીને અરજદારને ન્યાય અપાવશે. ત્યારે જિલ્લામાંથી નવા કાયદાની 12 અરજીઅોમાં સાૈથી વધુ અરજીઅો ગોધરામાંથી 7 અાવી છે.

બીજી મોરવા(હ)માંથી 1, કાલોલમાંથી 1, હાલોલમાંથી 2 તથા શહેરામાંથી 1 અરજીઅો કલેકટર કચેરીમાં બે હજારનો ચલન ભરીને ફોર્મ જમા કરાવ્યા છે. હવે નવા કાયદા મુજબ અા જમીનની અરજીઅોનો નિકાલ કરવામાં અાવશે. ત્યારે ગોધરામાં અનેક જમીન માફિયાઅોઅે અનેક ગરીબ લોકોની જમીનો પચાવી પાડી હોવાની કિસ્સાઅોની અરજીઅો કલેક્ટર કચેરી સુધી પહોચેતો ગરીબોને ન્યાય મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser