રસીકરણ:પંચમહાલમાં 22075ની સામે 11684 કિશોરો સુરક્ષિત થયાં

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેગા ડ્રાઇવમાં લક્ષ્યાંક સામે 52.93% રસીકરણ
  • જિલ્લામાં રસી મૂકાવવા કિશોરો ઉત્સાહિત જોવા મળ્યાં

પંચમહાલ જિલ્લાના 15 થી 18 વર્ષના 1.09 લાખ કિશોરોને કોરોનાથી બચવા રસીકરણ અભિયાન 3 જી જાન્યુઅારીથી શરૂ કરવામાં અાવ્યું હતુ|. અારોગ્ય વિભાગ પ્રથમ દિવસે જિલ્લાના 43 શાળાઅોના 22075 કીશોરોને રસી મુકવા મેગા ડ્રાઇવનું અાયોજન કરવામાં અાવ્યું હતું. અારોગ્ય વિભાગની 114 ટીમ શાળાઅોના સેન્ટરમા કીશોરોને રસી મુકવાનું સોમવારે શરૂ કર્યું હતુ.

શાળાના કેટલાક કીશોરો પોતાની સાથે સંમતિપત્ર લઇને અાવેલા હતા. કિશોરોમાં વેક્સિન મુકાવવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અેક શાળામાં અેક રૂમમા રજીસટ્રેશન, બીજા રૂમમાં રસીકરણ અને ત્રીજા રૂમમાં રેસ્ટ કરવા માટેની સગવડ ઉભી કરવામાં અાવી હતી .સોસિયલ ડીસ્ટન્સ સાથે સવારથી શાળાઅોમાં કીશોરો રસીકરણમાં ભાગ લીધો હતો. સાંજ સુધીમાં અારોગ્ય વિભાગના 22 હજારના લંક્ષાક સામે 11,684 કિશોરોઅે રસી મુકાવીને કોરોના સામે કવચ મેળવ્યંુ હતું.

જિલ્લામાં 15+કિશોરોના તાલુકાદીઠ અાંકડા

તાલુકાટાર્ગેટરસીકરણટકાવારી
ઘોઘબા241279332.88
ગોધરા45142,04745.35
હાલોલ21561,51570.27
જાંબુઘોડા36225169.34
કાલોલ42903,28576.57
મોરવા (હ)42061,54936.83
શહેરા41352,24454.27
કુલ2207511,68452.93

રસી નહિ લેનારનું કાઉન્સિલિંગ થશે
​​​​​​​રસી ડ્રાઇવમાં શાળાના અાચાર્ય સહિત શિક્ષકો પણ ઉત્સાહિત હતા. તેમણે વિદ્યાર્થીઓને રસી મૂકાવવા પ્રેરિત કર્યા હતા. જેમણે રસી મુકાવી નથી તેઅોનું આરોગ્ય વિભાગ કાઉન્સિલિંગ કરીને સમજ અાપશે. શિક્ષણ વિભાગ પણ 7મી બાદ રસી લીધેલાને શાળામાં પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરી શકે છે.

રસીથી કોઇ ડર નથી, બધાએ લેવી જ જોઇએ
​​​​​​​રસી મુકાવતી વખતે મને કોઇ પણ જાતનો ડર લાગ્યો ન હતો. રસી મુકયા બાદ પણ મને કોઇ ચક્કર કે અન્ય કોઇ અાડઅસર જોવા મળી ન હતી. મેં તો રસી મુકી દીધી પણ બાકી રહેલા મારા જેવા કિશોરોઅે અાગળ અાવીને રસી મૂકવી જોઇઅે. > જયેશ પારગી, અેમ.અેમ.મહેતા હાઇસ્કૂલ, ગોધરા.
​​​​​​​
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...