તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પંચમહાલની 79 દુકાનનો શંકાસ્પદ બિયારણનો 11.53 લાખનો 7239 કિ.ગ્રાનો જથ્થો અટકાવ્યો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતી અધિકારીની ટીમે જિલ્લામાં 3 દિવસ દુકાનોમાં ચેકિંગ કર્યુ : દુકાનોમાંથી રાસાયણિક ખાતર, બિયારણ તથા જતુંનાશક દવાના 25 સેમ્પલ લેવાયા
  • જિલ્લાના 62 દુકાનદારોને તંત્રે નોટિસ ફટકારી

અાગામી સમયમાં ચોમાસાના અાગમનને લઇને પંચમહાલ જિલ્લાના ખેડૂતો ખેતીમાં જોતરાય છે. ખેડૂતો વરસાદ પહેલા ખાતર, બિયારણ તથા જતુનાશક દવાના જથ્થાની મોટા પાયે ખરીદી કરતાં હોય છે. ખેડૂતને ડુપ્લીકેટ બિયારણ મળતાં ખેતી નિષ્ફળ જતાં નુકસાન થાય છે. ખેડૂતોને ગુણવત્તા યુકત રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણ મળી રહે તે હેતુથી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ,ગુણવતા નિયંત્રણ) અને ખેતી અધિકારીની ટીમ દ્વારા પંચમહાલમાં ૩ દિવસ સુધી જંતુનાશક દવાના 28 વિક્રેતા, બિયારણના 28 વિક્રેતાને અને રાસાયણિક ખાતરના 23 વિક્રેતાને ત્યાં મેગા ચેકીંગ કર્યું હતુ.

અંદાજીત 11.53 લાખનો બિયારણનો 7239 કિ.ગ્રાનો જથ્થો શંકાસ્પદ લાગતાં જથ્થાનુ વેચાણ થતુ અટકાવ્યું હતું. અટકાવેલો 7239 કિ.ગ્રા બિયારણના જથ્થામાં મુખ્યત્વે ડાંગર, કપાસ, મકાઇ, તુવેર વિગેરે પાક નો સમાવેશ થાય છે. ચેકીંગમાં મુખ્યત્વે જિલ્લાના કેટલાક વિક્રેતાઓ દ્વારા બિલ ન બનાવવા, પ્રમાણિત બિલબુકનો ઉપયોગ ન કરવો, પ્રિન્સીપાલ સર્ટીફીકેશનો ઉમેરો કર્યા વગર બિયારણ અને જંતુનાશક દવાઓનુ વેચાણ કરવુ, સ્ટોક પત્રક ન નિભાવવું વગેરે બાબતો જોવા મળી હતી.

જે બાબતોને લઇને સીડ કંટ્રોલ ઓર્ડર અને જંતુનાશક દવાના અધિનિયમ હેઠળ પાલન ન કરતાં વિવિધ વિક્રેતાઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં અાવી હતી. 3 દિવસના મેંગા ચેકીંગથી ખેડૂતોને બીયારણ, ખાતર તથા જંતુનાશક દવાઅો મળી રહે તેવી કાર્યવાહી કરવામાં આવી છે.

સેમ્પલનો રિપોર્ટ અાવ્યા બાદ કાર્યવાહી
પંચમહાલમાં ખેતી અધીકારીઅોની સંયુકત ટીમ દ્વારા ચેકીંગ કરતાં બિયારણના 24 વિક્રેતા, જંતુનાશક દવાના 21 વિક્રેતા અને રાસાયણિક ખાતરના 17 વિક્રેતાઓને વિવિધ કાયદાકીય ક્ષતિ માટે કારણદર્શક નોટીસ આપી હતી.તેમજ ટીમે રાસાયણીક ખાતરના 1, બિયારણના 14 તેમજ જતુંનાશક દવાના 10 મળીને કુલ 25 શંકાસ્પદ સેમ્પલો વિવીધ દુકાનોમાંથી લઇને તપાસણી કરવા મોકલી અાપ્યા હતા. સેમ્પલનો રીપોર્ટ અાવ્યા બાદ અાગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...