અાજથી ચાર માસ અગાઉ ગોધરાના બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં ગાૈમાંસનું પાટલા ઉપર બેસીને વેચાણ કરતા હોવાના સ્થળે પોલીસે રેઇડ કરીને 325 કિલો ગાૈમાસનો જથ્થો તથા મટન કાપવાના સાધનો મળીને કુલ રૂા.1,82,645નો મુદ્દામાલ કબજે કરીને ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોધાયો હતો. અા ગુનામાં ચાર માસથી મહીલા સહીત 11 જણા નાસતા ફરતા હતા. ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકના પીઅાઇ અેચ.અેન.પટેલને બાતમી મળી હતી કે અા ગુનાના નાસતા ફરતા 11 અારોપીઅો હાલ પોતાના ધરે છે.
જે બાતમીના અાધારે પોલીસે અલગ લઅગ ટીમો બનાવીને તેઅોના ઘરે તપાસ કરીને ચાર માસથી નાસતા ફરતા અફસા ઇલીયાસ હુસેન ધંત્યા, મેમુન સુલેમાન મોહમંદ ભાગલીયા, ખૈરુનીશા સાદ્દીક અાદમ હઠીલા, ફાતીમાબીબી હુસેનહાજી અબ્દુલ સત્તાર શીકારી, મહેકુજા અહમેદ હુસેન યાકુબ હયાત, ઉમાની ઇસ્માઇલ અબ્દુલ મજીદ અોલીયા, નફીસા સાદ્દીક અાદમ હઠીલા, કાસમ અબ્દુલ રહીમ સુરતી, સલમાન કાસમ સુરતી, જાવેદ મોહમંદ હનીફ અદા તથા ઇરફાન ઉફે શેફી શોકતભાઇ અલીયાનાઅોને પકડી પાડીને તેઅોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.