તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:પંચમહાલમાં કોરોના સંક્રમણના 11 કેસ

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના @ 2887 | 5 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ : સક્રિય દર્દીઓનો આંક 90 થયો

પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કોવિડ-૧૯ સંક્રમણના 11 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 2887 થઈ છે. સામા પક્ષે 5 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં 90 સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 8 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 4, કાલોલમાંથી 2 અને હાલોલમાંથી 2 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2107 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 3 કેસ મળી આવ્યા છે. જેમાં હાલોલ ગ્રામ્ય-1, કાલોલ ગ્રામ્ય-1 તથા શહેરા ગ્રામ્ય વિસ્તારમાંથી 1 કોરોનાનો કેસ મળી અાવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 780 કેસ નોધાયા છે. સારવાર બાદ સાજા થતા શુક્રવારે કુલ 5 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 2676 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 90 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો