તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:કાલોલમાં પોલીસ પર હુમલો કરનાર 106ના જામીન : 17ના 4 દિવસ રિમાન્ડ નામંજૂર

ગોધરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામીન ના મંજૂર થતાં બાકીના તમામને વડોદરા જેલમાં મોકલી આપ્યા

કાલોલમાં પોલીસને બાતમી આપી હોવાના આશકાએ 4 ઈસમોએ બે યુવકને માર મારવાના બનાવની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને કાલોલ પોલીસે આરોપીઓને પકડીને લાવતાં લઘુમતી કોમના ટોળાએ પોલીસ પર પેટ્રોલ બોમ્બ અને પથ્થરથી હુમલો કરતાં 4 પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી. પોલીસે કોમ્બિંગ કરીને ધમાલ મચાવનાર 106 તોફાનીઓને વીડિયો ફુટેજના આધારે પકડી પાડીને કાલોલ પોલીસ મથકે 1000થી વધુ તોફાનીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. કાલોલમાં તોફાન મચાવનાર થયેલ કુલ 106 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં 17 સ્ત્રીઓ, 4 સગીરો અને 85 પુરુષોની અટક કરવામાં આવી હતી. આ તમામ આરોપીને કાલોલ કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલ આર.કે રાઠોડની ધારદાર દલીલોને 17 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને તમામ આરોપીઓના જામીન કાલોલ કોર્ટે નામંજૂર કર્યા છે. 17 આરોપીઓને ચાર દિવસના એટલે કે તારીખ 17 જુલાઈ 2021 સુધી કાલોલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે બાકીના આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ ઉપર 307 397 395 120b જેવી અનેક કલમો લગાવેલી હોવાથી તેમના જામીન કોર્ટે નામંજૂર કરવામાં આવ્યા હતા.

17 આરોપીના 4 દિ’ના રિમાન્ડની યાદી

 • અબ્દુલરજાક ઉમરભાઇ રહેમજી ઉ.વ .45 રહે, મકાન નં .1857, સડક ફળીયા, કાલોલ
 • રમઝાન ઇબ્રાહીમ રહેમજી ઉ.વ. 30 રહે , ઘાંચીવાડ, મદ્રાસા પાસે, કાલોલ
 • અકબર સત્તાર શેખ ઉ.વ. 30 રહે , સડક ફળીયા ,કાલોલ
 • મહેમદમુસ્યબ મુસેબ
 • અબ્દુલસલામ કાનોડીયા ઉ.વ. 25 રહે , ગધેડી ફળીયા, કાલોલ
 • અદનાન નુરમહમદ મસુરી ઉ.વ .19 રહે , ગધેડી ફળીયા ,કાલોલ
 • અબ્દુલસલામ યુસુફ કોશીયા (મુસ્લિમ ઘાંચી) ઉ.વ. 51 રહે , શિવમપાર્ક સોસાયટી, કોર્ટની બાજુમાં, કાલોલ
 • આસીફ હુસેન વલીમહમદ વાઘેલા ઉ.વ .30 રહે , જુમા મજીદ સામે , કાલોલ
 • સકલેન સલીમ અહેમદ શેખ ઉ.વ .25 રહે, ઝામા મસ્જિદ સામે , કાલોલ
 • ઇમ્તીયાજ ઐયુબ સુબન ઉ.વ .26 રહે , પટેલ ફળીયા , કાલોલ
 • સરફરાજ યાકુબ કાનોડીયા ઉ.વ .31 રહે , ઘાંચીવાડ, કાલોલ
 • હુજેફા ઇદ્રીશ ઘોડાવાલા ઉ.વ .27 રહે , સડક ફળીયા , કાલોલ
 • રીઝવાન સત્તાર ઘાંચી (જરોદીયા ) ઉવ .30 રહે , ઘાંચીવાડ, મદીના મસ્જિદ પાસે, કાલોલ
 • શબ્બીર ઇસ્માઇલ રહેમજી ઉ.વ .51 રહે , ચકલા ફળીયા , કાલોલ
 • સાહીદભાઇ ઇદ્રીશ પટેલ ઉ.વ .23 રહે, ગધેડી ફળીયા , કાલોલ
 • ઉમ્મીદ મુસ્તુફા શેખ ઉ.વ .28 રહે , કસ્બા મકાન નં . 1852 , કાલોલ
 • મહમદહનીફ અબ્દુલગની મન્સુરી ઉ.વ .42 રહે , કાલોલ ઓડ ફળીયા ને નામદાર કાલોલ કોર્ટમાં રજૂ કરતાં તમામના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...