વેક્સિનેશન:પંચમહાલના 620માંથી 619 ગામનું 100% વેક્સિનેશન, વેજલપુર જ બાકી

ગોધરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલોલના વેજલપુર ગામમાં 100% વેક્સિનેશન હાંસલ કરવા માટે આરોગ્ય વિભાગ કામે લાગ્યું
  • જિલ્લામાં​​​​​​​ પ્રથમ ડોઝ લેનાર 99 ટકા વ્યક્તિ થતા હવે બીજા ડોઝના ડેટા પર કામ શરૂ કરાયું

પંચમહાલમાં રસીકરણની શરૂઆત 16 જાન્યુઆરીના રોજથી કરવામાં આવી હતી. ત્યાંથી લઇને અત્યાર સુધીના 265 દિવસમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓના 620 ગામમાંથી આરોગ્ય વિભાગ કોરોનાની રસીકરણની કામગીરી કરીને 619 ગામમાં રસીનો પ્રથમ ડોઝ મુકીને 100 ટકા રસીકરણની સફળતા મેળવી છે. જિલ્લાના હાલોલ,ગોધરા, મોરવા(હ), શહેરા, ઘોઘંબા તથા જાંબુઘોડાના તાલુકાના તમામ ગામમાં પ્રથમ ડોઝની રસી 18 વર્ષથી ઉપરના તમામે મુકતાં 100 ટકા કામગીરી થઇ છે.

ફક્ત કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં 30 ટકા જેટલી રસીકરણની કામગીરી પૂર્ણ થશે ત્યારે પ્રથમ ડોઝની કામગીરી માટે જિલ્લો 100 ટકા હાંસિલ કરશે. હાલ જિલ્લામાં 15,88,991 વ્યક્તિઓએ કોરોનાની રસી મુકાવી દીઘી છે. જેમાં પ્રથમ ડોઝ 10,77,002 અને બીજો ડોઝ 5,11,989 વ્યક્તિઓએ લીધો છે. વેજલપુરની 12 હજાર જેટલી વસ્તીમાંથી 70 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ થઇ છે.

બાકીના 30 ટકા લોકોએ રસી ના મુકાવતાં તેની અસર જિલ્લાની રસીકરણના આંકડા પર પડી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલતો વેજલુપર ગામમાં 100 ટકા રસીકરણ હાંસિલ કરવા કમર કસી રહ્યા છે. જે થોડાક જ સમયમાં વેજલપુર ગામમાં પ્રથમક ડોઝ 100 પર પહોંચી જશે ત્યારે જિલ્લાના 620 ગામમાં 100 ટકા કામગીરી જોવા મળશે. જ્યારે રવિવારે આરોગ્ય વિભાગના રસીકરણ સેન્ટર પર 26327 વ્યક્તિઓએ રસીકરણ કરાવ્યું હતું.

બીજો ડોઝ લેવા વિભાગ જણાવી રહ્યો છે
જિલ્લામાં અત્યાર સુધી બીજો ડોઝ 5,11,989 વ્યક્તિઓએ લીધો છે.જ્યારે પ્રથમ ડોઝ 10.77 લાખ વ્યક્તિઓએ લઇ તો લીધો પર પ્રથમ ડોઝવાળાઓના બીજો ડોઝ લેવાનો કેટલાકનો રસી મુકાવાનો સમય આવી ગયો છે. આરોગ્ય વિભાગ આવા લોકોને શોધીને તેઓને બીજો ડોઝ લેવાની જણાવી રહ્યા છે. બીજા ડોઝની જેની તારીખ આવી ગઇ છે. તેઓને ફોન દ્વારા જણાવીને બીજો ડોઝ લેવા આરોગ્ય વિભાગ જણાવી રહ્યા છે.

પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણવાળા ગામ

તાલુકાકુલ ગામ100 ટકા રસીકરણ
ગોધરા123123
હાલોલ123123
કાલોલ7170
જાંબુઘોડા5555
મોરવા(હ)5454
ઘોઘંબા100100
શહેરા9494
અન્ય સમાચારો પણ છે...