તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પોલિટેક્નિકના કેમ્પસ પ્લેસમેન્ટમાં 10 કોલેજના વિદ્યાર્થીઓ આવ્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા પોલીટેકનીક કોલેજમાં પ્લેસમેન્ટ યોજાયુ હતુ  - Divya Bhaskar
ગોધરા પોલીટેકનીક કોલેજમાં પ્લેસમેન્ટ યોજાયુ હતુ 
  • ગુજરાતની 10 વિવિધ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
  • હાજર રહેલાં 66માંથી 40 વિદ્યાર્થિઓને ઓર્ડર આપવામાં આ​​​​​​​વ્યા

ગુજરાત સરકાર દ્વારા પોલિટેક્નિક, અેન્જિન્યરિંગ, ગ્રજ્યુઅેટ સહિતના અભ્યાસ બાદ વિદ્યાર્થીઅોને રોજગારી માટે વિવિધ સ્થળે દોડવુ ના પડે તે માટે સરકાર દ્વારા કંપની મેનેજમેન્ટના કર્મચારીઅો કોલેજો પર પહોચી પ્લેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઅોને પોતાની કંપની કે સંસ્થામાં રોજગારી અાપતા હોય છે. જે અંતર્ગત ગોધરામાં અાવેલ સરકારી પોલિટેક્નિકના અાચાર્ય હસમુખભાઇ પટેલના માર્ગદર્શન અને સુચનાથી પોલીટનીકમાં અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થિઅો માટે અેક પ્લેસમેન્ટનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ.

જેનું અાયોજન કોલેજના ટ્રેનીંગ પ્લેસમેન્ટ અોપરેટર અેમ પી પટેલ તથા વી ડી કેદારીયા દ્વારા મહેસાણા જીલ્લાના બહેચરાજીમાં અાવેલ મારૂતિ મોટર્સની પેટા ક્રિષ્ણા મોટર્સ માટે મીકેનિકલ, ઇલેક્ટ્રીકલ તથા અોટો અેન્જીયરીંગના વિદ્યાર્થિઅો માટે બુધવારે પ્લેસમેન્ટ યોજવામાં અાવ્યુ હતુ. જેમા ગુજરાતની સરકારી તથા ખાનગી 10 પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઅો પ્લેસમેન્ટ અંગેની જાણકારી અાપવામાં અાવી હતી.

જેમા 66 વિદ્યાર્થીઅો હાજર રહ્યા હતા. ક્રિષ્ણા મોટર્સના પ્રતિનિધી ધર્મેન્દ્વસિંહ જાડેજા સહિત અન્ય કર્મચારી દ્વારા વિદ્યાર્થીઅોના ઇન્ટર્યુ લેવામાં અાવ્યા હતા. અને રૂા.1.80 લાખના પેકેજ સાથે 40 વિદ્યાર્થિઅોની પ્લેસમેન્ટમાં પસંદગી કરવામાં અાવી હતી. અને સ્થળ પર નિમણુકની તારીખ સાથેના અોર્ડર અાપવામાં અાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...