તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મહિલા ઉત્કર્ષ યોજના:ગોધરા ખાતે 6 સ્વસહાય જૂથોને 1 લાખની લોનના મંજૂરીપત્રો આપ્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કરાવતા વડોદરાના ધારાસભ્ય

મુખ્યમંત્રીએ ગાંધીનગરથી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ- શુભારંભ કરાવ્યો હતો. ગોધરાના સરદારનગર ખંડ ખાતે વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં શુભારંભ કરાયો હતો. ધારાસભ્યે જણાવ્યું હતું કે હાલની સરકાર બાળકીઓના જન્મથી લઈને લગ્ન અને કારકિર્દી જેવા જીવનના વિવિધ તબક્કાઓમાં એક મજબૂત ટેકો, સમાન તકો અને સુરક્ષિત વાતાવરણ પૂરૂ પાડવા સતત અસરકારક યોજનાઓ અમલમાં મૂકી રહી અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના આ દિશામાં એક ઐતિહાસિક માઈલસ્ટોન પુરવાર થશે.

સરકાર અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી મહિલાઓને ગૌરવ, સન્માાન આપવાનું કાર્ય કરી રહી છે ત્યારે મહિલાઓએ પણ આગળ આવી આ યોજનાઓનો લાભ ઉઠાવી સફળ બની સરકારના ઉદ્દેશ્યોને સફળ બનાવવા જોઈએ અને નવા ભારતના નિર્માણમાં ફાળો આપવો જોઈએ. વધુમાં ઈન્ચાર્જ કલેક્ટર એ.જે. શાહે જણાવ્યું હતું કે જિલ્લાના સાત તાલુકાઓમાં આશરે 7900 જેટાલા મહિલા સ્વસહાય જૂથો સંકળાયેલ આશરે 79000 જેટલી બહેનોને શૂન્ય ટકા વ્યાજે ધિરાણનો આ વિકલ્પ ઉપલબ્ધ થતા તેઓ વિકાસના નવીન સોપાનો સર કરી શકશે યોજનાના શુભારંભ પ્રસંગે પંચમહાલ સહકારી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લિમિટેડ, ગોધરા જનતા કો-ઓપરેટિવ લિમિટેડ બેન્ક, ગોધરા સિટી કો-ઓપરેટિવ લિમિટેડ બેન્ક સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા.

તથા બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા 6 સ્વસહાય જૂથોને 1 લાખની લોનની મંજૂરીપત્રોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી મહિલાઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ સ્વસહાય જૂથની બહેનો સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો