અકસ્માત:દામાવાવ પાસે ટ્રક-2 બાઇકના અકસ્માતમાં 1 મોત, 3 ઘાયલ

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકે એક બાઇકને ટક્કર મારતાં બીજી બાઇકને ટકરાઇ
  • ​​​​​​​સાળા-બનેવી 2 બાઇક ઉપર દે.બારિયાથી વડોદરા જતાં હતા

દેવગઢ બારિયાથી સાળા અને બનેવી બે બાઇકો ઉપર પોતાની પત્નીઓને બેસાડીને વડોદરા તરફ જતાં હતા. દામાવાવ પાસે ટ્રકે એક બાઇકને પાછળથી ટક્કર મારતાં બાઇક ફંગોળાઇને આગળ જતી બાઇક સાથે ટક્કર લાગતાં બંને બાઇક પર સવાર ચાર ઇસમોને ઇજા થતાં એકનું ગંભીર ઇજાઓથી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે 3 ઇજાગ્રસ્તોને વડોદરા ખસેડાયા હતા. દામાવાવ પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

વડોદરાના ઇશમાયલ રમજાન મીયા શેખ અને તેમની પત્ની શકીનાબેન તથા તેમનો સાળો રફીકભાઇ હનીફભાઇ મકરાણી અને તેમની પત્ની સલમાબાનું મકરાણી બે બાઇક પર દેવગઢ બારિયાથી પરત વડોદરા જવા નીકળ્યા હતા. તે દરમિયાન રવિવારે રાતે 7 વાગ્યાના અરસામાં દામાવાવ પાસેના રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે પોતાની કબજાની ટ્રક પૂરપાટ હકારીને પાછળથી ઇશમાયલ રમજાન મીયા શેખની બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક રોડ પર ફગોળાઇને આગળ જતી તેમના સાળા રફીકભાઇની બાઇક સાથે અથડાતાં બંને બાઇક પર સવાર ચારેયને ઇજા થઇ હતી.

જેમાં ઇશમાયલ રમજાની મીયા શેખને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત રફીકભાઇ, સલમાબાનું તથા શકીનાબેનને વધુ ઇજા થતાં તેઓને વડોદરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આઅંગેની પોલીસ ફરિયાદ દામાવાવ પોલીસ મથકે નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...