તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કાલોલના અંબાલા ચોકડી નજીક છકડાની ટક્કરે 1નું મોત, 1 ઘાયલ

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાઇકલ સવાર બે ભાઇઓમાંથી નાના ભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
 • કાલોલ પોલીસ મથકે અકસ્માત કરનાર રિક્ષા છકડા ચાલક વિરુદ્ધ ફરિયાદ

કાલોલના અંબાલા ગામના અનીલભાઇ ચીકલીગરના બે પુત્રો 11 વર્ષ અશ્વીન અનિલ ભાઇ ચીકલીગર અને 13 વર્ષીય જીગર અનિભાઇ ચીકલીગરનઓ સાયકલ લઇને અંબાલા ગામની ચોકડી ઉપર ચાઇનીઝ ખાઇને પરત ઘરે જતાં હતા. તે દરમ્યાન કાનોડથી સણસોલી ચોકડી તરફથી રીક્ષાછકડા ચાલક ભોલાભાઇ વિનુભાઇ ચીકલીગરનાઓ પોતનાના કબજાનો છકડો પુરપાટ હંકારી લાવીને સાયકલ સાથે અથડાવી દેતાં બંને ભાઇ રોડ પર પટકાયા હતા. જેમાં અશ્વીન ચીકલીગરના પર છકડાના પૈડા ફરી વળ્યા હતા. અકસ્માત સર્જીને રીક્ષાછકડા ચાલક ભોલાભાઇ ચીકલીગર નાસી ગયો હતો.

અકસ્માતમાં બે ભાઇઓ અશ્વીન અને જીગરને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર માટે કાલોલ રેફરલમાં લઇ ગયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન નાનોભાઇ અશ્વીન ચીકલીગરનું મોંત નિપજયું હતું. જયારે જીગર ચીકલીગરને સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડાયો હતો. અનીલભાઇના બે પુત્રમાંથી નાનો પુત્ર અશ્વીનનું મોત નિપજતા અંબાલા ગામે માતમ છવાઇ ગયો હતો. આ અંગેની અકસ્માતની ફરીયાદ મૃતક અશ્વીનના મામા દિપકભાઇ ચીકલીગરે કાલોલ પોલીસ મથકે નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો