તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલ જિલ્લામાં કોરોનાનો 1 કેસ નોંધાયો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના સક્રિય 12 કેસ નોંધાયા, કોરોનાના 4 દર્દીઓ સ્વસ્થ થઇ પરત ફર્યા
  • કોરોનાના કુલ 7491 કેસોઅે અાંકડો અટક્યો

પંચમહાલ જિલ્લામાં શુક્રવારે 1 કોરોનાનો કેસ નોધાતાં જિલ્લામાં કોરોના કુલ 9604 કેસ થવા પામ્યા હતા.4 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 12 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લાના શહેરી વિસ્તારોઅોમાં ગોધરા શહેરમાં 1 કોરોના કેસ મળી અાવતાં શહેરી વિસ્તારોમાં કેસની સંખ્યા 5524 થઈ છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ કેસની સંખ્યા 4079 થવા પામી છે. 9406 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં લોકોનુ વેકસિનેશ ચાલી રહ્યું છે. શુક્રવારે 971 વ્યક્તિઅોઅે રસી મુકાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 410048 વ્યક્તિઅોઅે રસી મુકાવી હતી.

મહીસાગરમાં કોરોનાનું સંક્રમણ અટકી ગયું, સતત પાંચમાં દિવસે પણ શૂન્ય કેસ નોંધાયો
લુણાવાડા. મહીસાગર જિલ્લા માટે શુક્રવારે સતત પાંચમા દિવસે પણ કોરોના સંક્રમીતનો અેક પણ કેસ ન મળી અાવતા તંત્રઅે હાશકારો મેળવ્યો છે. જેને લઇને જિલ્લામાં કોરોનાના કુલ કેસોનો અાંકડો 7491 પર અટક્યો છે. પાછલા દિવસોમાં લુણાવાડા જનરલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા ન હતી. તે વોડમાં આજે એકપણ દર્દી સારવાર હેઠળ ન હોઈ તમામ બેડ ખાલી જોવા મળતાં તબીબો અને સ્ટાફે રાહતનો દમ લીધો હતો.

જ્યારે જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાના 1 દર્દીઅે કોરોનાને મ્‍હાત આપતા તેને શુક્રવારે રજા આપવામાં આવતાં કુલ 7415 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 282514 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...