તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોના સંક્રમણના 03 નવા કેસ, કોરોના @ 3947, હાલ કુલ સક્રિય કેસોની સંખ્યા 26 પર પહોંચી

ગોધરા/લુણાવાડા/દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મહીસાગરમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા

પંચમહાલ જિલ્લામાં મંગળવારે કોવિડ-૧૯ સંક્રમણના કુલ 03 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે 03 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવતા હાલમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 26 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

મળી આવેલા કુલ 03 કેસમાંથી શહેરી વિસ્તારમાંથી ૦1 અને ગ્રામ્યમાંથી 02 કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી 01, ગોધરા ગ્રામ્યમાંથી 01 અને કાલોલ ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યા છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2885 કેસ તથા ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1062 કેસ નોંધાયા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3781 થવા પામી છે.

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના 2 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોના કુલ 2001કેસ પોઝીટીવ નોધાયા છે. જ્યારે જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષોએ કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફરતા જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 1945 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ 121253 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 110 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 8 દર્દીઓ સ્ટેબલ અને 3 દર્દીઓ ઓક્સિજન પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો