તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટતું સંક્રમણ:પંચમહાલમાં સોમવારે પણ કોરોનાના 0 કેસ, કુલ 9606, મહીસાગર કોરોનામુકત જિલ્લો બન્યો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના સક્રિય 6 કેસ, 1 દર્દી સાજો થયો, કુલ 417133 વ્યક્તિઅોઅે રસી મૂકાવી

પંચમહાલ જિલ્લામાં સોમવારે રાહતના સમાચાર મળી રહ્યા હતા. જિલ્લામાં એક પણ કોરોના કેસ નોંધાવા પામ્યો ન હતો. એક પણ કેસ ન નોધાતાં જિલ્લામાં કોરોનાના કુલ 9606 કેસ થવા પામ્યા હતા. 1 દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 6 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં એક પણ કેસ મળી ન આાવતાં શહેરી વિસ્તારોમાં કેસની સંખ્યા 5526 થઈ છે.

જયારે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાનો કોઇ કેસ ન નોધાતાં કુલ કેસની સંખ્યા 4080 થવા પામી છે. 9414 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. સોમવારે 3442 વ્યક્તિએ રસી મુકાવતા અત્યાર સુધીમાં કુલ 417133એ રસી મુકાવી હતી.

મહીસાગર કોરોનામુકત જિલ્લો બન્યો
મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સતત આઠમા દિવસે એકપણ કેસ ન નોંધાતા જિલ્લો હવે કોરોનામુકત બન્યો છે. જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7491 કેસ પોઝીટીવ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં સારવાર લઇ રહેલા તમામ 3 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ તમામ દર્દી વિરપુર તાલુકાના હતા. આમ હાલ જિલ્‍લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે કોરોનાના કારણે 22ના મોત થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીના મોત થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 2,85,812 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે 207 વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઇન છે.

અન્ય સમાચારો પણ છે...