સમસ્યા:મોરવા હડફના સંતરોડ સબ સ્ટેશન પરથી લૉ વોલ્ટેજના વીજપ્રવાહના કારણે લોકો પરેશાન

સંતરોડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યા નહીં ઉકેલાય તો ગામજનો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી
  • કોરોનાને કારણે ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

મોરવા હડફના સંતરોડ ખાતે વીજ સબસ્ટેશન આવેલું છે. જ્યાંથી અલગ અલગ વિસ્તારોમાં વીજ પ્રવાહ આપવામાં આવે છે.જેમાં ડાંગરિયાના ફીડરમાંથી રામપુર ગામે પણ વીજ પ્રવાહ આપવામાં આવે છે. આ વીજ લાઈનમાં છેલ્લા કેટલાક સમયથી લો વોલ્ટેજને કારણે રામપુર ગામના ઘણા ફળિયામાં વીજ ઉપકરણો ચાલુ બંધ થતા હોય છે.

ખાસ કરીને ચોમાસા દરમિયાન ગ્રામજનો ખૂબ જ તકલીફ પડે છે. આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ લાઈન પર ટ્રાન્સફોર્મર નાખવામાં આવતું નથી. હાલ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ લો વોલ્ટેજને કારણે પોતાના મોબાઈલ ફોન ચાર્જ કરી શકતા નથી. તથા ઘરના વીજ ઉપકરણનો ઉપયોગ કરી શકતા નથી. અ અંગે સંતરોડ સબ સ્ટેશન દ્વારા ઝડપી કરવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.

જો કોઈ ઉપાય કરવામાં નહીં આવે તો ગામજનો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વધુમાં સંતરોડ ખાતે સબ સ્ટેશન હોવા છતાં ગામમાં પણ વીજ પ્રવાહનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા મંગળવારના રોજ મેન્ટેનન્સના હેઠળ વીજપ્રવાહ બંધ રાખવામાં આવે છે. છતાં પણ વીજળી ગુલ થાય જ છે. જેને કારણે સંતરોડ ગામમાં લોકોનો રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...