સમસ્યા:કાલોલમાં ગંદકી દૂર કરાવવાની માગ સાથે મહિલાઓનો વોર્ડ નં. 3 પર હલ્લો : ગંદકીથી રોગચાળાની દહેશત

કાલોલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ની મહિલાઓ ગંદકી દુર કરાવવા રજૂઆત કરી હતી - Divya Bhaskar
કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ની મહિલાઓ ગંદકી દુર કરાવવા રજૂઆત કરી હતી
  • લોકોમાં આ ગંદકીને કારણે કોરોના અને અન્ય રોગોનો ઉદભવ થાય તેવો ભય સતાવી રહ્યો છે

કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં ઘરોમાં વરસાદી પાણી ભરાવાને કારણે ઘરની આજુબાજુ ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોય આવા ગંભીર પ્રશ્ન લઈ આ વોર્ડનીની મહિલાઓ રજૂઆત કરવા પાલિકાએ ગઇ હતા પરંતુ પાલિકામાં પ્રમુખ કાર્યક્રમમાં બહાર હોવાથી રજૂઆત થઇ શકી ન હતી.

આ વોર્ડની મહિલાઓના જણાવ્યા અનુસાર આ વોર્ડમાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જવાને કારણે મકાનો ની આજુબાજુ ખૂબ જ કાદવ અને અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ છે આ તળાવ વિસ્તારમાં પાણી પણ નિકાલ કરવાનું બંધ કરવાથી પાણી હજુ તળાવ વિસ્તારમાં ભરાયેલું છે. આ પાણી ભરાવાને કારણે ખૂબ જ મચ્છરોની ઉત્પત્તિ થઈ છે આ કોરોના મહામારી દરમિયાન એક તો કોરોનાનો ભયંકર ડર અને મચ્છરોની ઉત્પતિ થવાને કારણે અન્ય રોગોની પણ ઉત્પત્તિ થાય તેવું લાગે છે આ તળાવ વિસ્તાર લોકોમાં આ ગંદકીને કારણે કોરોના અને અન્ય રોગોનો ઉદભવ થાય તેવો ભય સતાવી રહ્યો છે. જેના કારણે આ મહિલાઓએ નગરપાલિકા ખાતે પોતાની વ્યથા ઠાલવી હતી આ નગરપાલિકા આ વિસ્તારના લોકોની સમસ્યાનો જલ્દીથી હલ કરે તેવી આ મહિલાઓની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...