આયોજન:મધવાસમાં જન આશીર્વાદ યાત્રાનો સ્વાગત કાર્યક્રમ

કાલોલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે શિવજીની પૂજા-અર્ચના કરી

તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શેહેરી અને ગ્રામ વિસ્તાર સુધી જનતાના સંપર્ક અને આશીર્વાદ મેળવવા માટે ઠેર ઠેર જન આશીર્વાદ યાત્રાઓ નીકળી રહી છે. જેના ભાગરૂપે શુક્રવારના રોજ કાલોલ તાલુકાના મધવાસ અને અડાદરા એમ બે સ્થળોએ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના જન આશીર્વાદ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ કાલોલના મધવાસ ખાતે જનતાના આશીર્વાદ મેળવવા આવેલ અર્જુનસિંહ ચૌહાણને કાલોલના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ બુકે આપી સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ અર્જુનસિંહ ચૌહાણે મધવાસ ખાતેના ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિરમાં ભૂદેવના મંત્ર ઉચ્ચારથી શિવજીની પૂજા-અર્ચના કરીને આશિર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મધવાસ ગામે નાની બાળાઓ દ્વારા કળશ પૂજન અને સ્વાગતથી મહેમાનોને આવકાર્યા હતા. કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અર્જુનસિંહ ચૌહાણને ફૂલહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

જન આશીર્વાદ યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, કાલોલ તાલુકા મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, મંડળના મહામંત્રી કિરણસિંહ સોલંકી, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવભાઈ ઠાકોર, ઉપ-પ્રમુખ વિજયસિંહ રાઠોડ, પંચમહાલ જિલ્લા સાંસદ રતનસિંહ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજરી આપી હતી. મધવાસ ખાતે અર્જુનસિંહ ચૌહાણનું વિવિધ મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...