અરજી:પ્રા.કેળવણી મંડળના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ કરવા વડોદરા ચેરીટી કમિ. પાસે મંજૂરી માંગી

ગોધરા/કાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટીઓએ જમીન 99 વર્ષ ભાડા પટ્ટાના દસ્તાવેજ કરતાં ચેરિટી કમિશનમાં અરજી કરાઇ

કાલોલ ખાતે રજિ. ઓફિસ ધરાવતું પંચમહાલ પ્રા. કેળવણી મંડળ ટ્રસ્ટની પોપટપુરની ખેતીની જમીન ચેરિટી કમિ.ની પૂર્વ મંજૂરી વગર 99 વર્ષના ભાડા પટ્ટો લખી વહીવટ કરી 11.19 લાખમાં 99 વર્ષ માટે ગોધરાના રિઝવાન ઈસ્માઈલ છુંગાને ટ્રસ્ટ પ્રમુખ નટવરસિંહ ચૌહાણ રહે. સીમલીયા અને મંત્રી જયેશભાઇ પટેલ રહે. ગોધરા દ્વારા દસ્તાવેજ લખેલો આનો કમિટિમાં ઠરાવ પણ કરેલ હતો. જમીન બિન ઉપયોગી અને ખુલ્લી પડતર અને દબાણની શક્યતાવાળી હોવાથી આવક ઊભી કરવા માટે અને રિઝવાને ભાડા કરારથી રાખવા અરજી આપ્યાનું જણાવી ઠરાવ લખ્યો હતો. ટ્રસ્ટના હિતધારકો મનોજકુમાર પરીખ તેમજ વિપુલકુમાર ગાંધી દ્વારા વડોદરાના સંયુક્ત ચેરીટી કમિ.સમક્ષ અરજી દાખલ કરતા કોર્ટ દ્વારા વચગાળાનો હુકમ કરી પ્રથમ કલમ 36નો ભંગ થતાનું જણાવી ગોધરાને તપાસ સોંપી હતી. જેથી ચેરિટી કમિ.ના નિરીક્ષક દ્વારા તપાસ શરૂ કરી હતી. ટ્રસ્ટીઓને નોટિસો પાઠવી નિવેદનો રેકોર્ડ કર્યા હતા. ટ્રસ્ટીઓઅે શરતચૂક થી 99 વર્ષનો ભાડા પટ્ટો લખાયાનું જણાવેલ હતું. 1950 ની કલમ 36ના ભંગ બદલ કલમ 83નો અહેવાલ સંયુક્ત ચેરીટી કમિ.ને મોકલી આપ્યો અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે કલમ 66,67 હેઠળ ફરિયાદ કરવા માટે મંજૂરી આપવા માટે લેખિત માંગણી કરી હોવાથી ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...