તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મેદાપુર નજીકથી રૂપિયા 45000ના વિદેશી દારૂ સાથે બે ઇસમ ઝડપાયા

કાલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ભાગી છૂટેલા બુટલેગરને ઝડપવા પોલીસ તપાસ

કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.કે. માલવીયાવ સહિત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં. ત્યારે પીએસઆઇને ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળેલી કે દોલતપુરા ગામનો દિલીપ ઉર્ફે દીલો સામંતસિંહ રાઠોડ અને કપિલભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ આ બંને ભાગીદારીમાં મેદાપુર ગામે નમરા ફળિયામાં ઈટોના ભઠ્ઠા નજીક રહેતો રામાભાઇ ગુરજીભાઈ નાયકના આવાસના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખીને ત્યાંથી વિદેશી દારૂની બોટલો લઈને દોલતપુરા લાવી વેચાણ કરે છે.

ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળા મકાનમાંથી 349 નંગ બોટલ અને કપીલભાઇ લક્ષ્મણભાઈ રાઠોડની એકટીવા ગાડીમાંથી 10 નંગ બોટલ સાથે બન્ને ઇસમોને ઝડપી પાડયા હતા જેમાં પોલીસે આ બન્ને ઇસમો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 359 ઝડપાયેલી બોટલોની કિંમત રૂા.45,540/ તથા મોબાઇલની કિંમત રૂા.7,000 મળી કુલ રૂપિયા 52,540નો મુદ્દામાલ કબજે કરી પોલીસે બન્નેની અટકાયત કરી પ્રોહીબિશન એક્ટ હેઠળની વિવિધ કલમો મુજબ ફરિયાદ નોંધીને વધુ તપાસ પોલીસે હાથ ધરી ભાગી છૂટેલા બૂટલેગરને પકડવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો