તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:કાતોલમાં કેનાલ નજીક ઝાડ ઉપર ફાંસો લગાવી યુવક મોતને ભેટ્યો

કાલોલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
કાતોલમા લીમડાના ઝાડ ઉપર ફાસો લગાવી યુવક મોતને ભેટ્યો હતો. - Divya Bhaskar
કાતોલમા લીમડાના ઝાડ ઉપર ફાસો લગાવી યુવક મોતને ભેટ્યો હતો.
 • આપઘાત કરનાર યુવક છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતો

કાલોલ નગરમાં આવેલ શિવ શક્તિ સોસાયટીમાં રહેતા વિરલભાઇ ઉંમર વર્ષ 26એ કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલ નજીક આવેલ કાતોલ પાસે લીમડાના ઝાડ ઉપર પોતાના કમરના પટ્ટાથી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. મૃતક યુવક છેલ્લા બે દિવસથી ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. આ અંગે ઘરના માણસોએ સગા સંબંધી મિત્ર વર્તુળમાં તેમની શોધખોળ કરી હતી પરંતુ તેમનો કોઇ પત્તો મળ્યો ન હતો.

રવિવારની સાંજે કાતોલ કેનાલ નજીક લીમડાના ઝાડ તેમનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વિરલભાઇ ના મૃતદેહની દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો યુવાનોના આત્મહત્યા થી કાલોલ નગરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિરલભાઇએ કયા કારણે આત્મહત્યા કરી તેનું કારણ હજુ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો