કામ ન થતાં સભ્યો નારાજ:કાલોલ પાલિકાના પ્રમુખ સામે સભ્યોએ બાંયો ચઢાવી

કાલોલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નારાજ સભ્યોને સમજાવતાં મામલો થાળે પડયો
  • રસ્તા, સાફસાફાઇના કામ ન થતાં સભ્યો નારાજ

કાલોલ નગર પાલીકામાં ભાજપ શાસીત મહિલા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાયના શીરે પાલીકાનો અઢી વર્ષ માટે તાજ પહેરાવ્યો છે. પણ હાલ રસ્તા, પાણી, સાફસફાઇ તથા કચરા કલેકશનના કામ ન થતા પાલીકાના કેટલાક નારાજ સભ્યોઅે ફરીયાદ કરી હતી કે પોતાના વોર્ડમાં કામ થતાં નથી. થોડા દિવસ પહેલાં જ એક નગરસેવક દ્વારા પોતાના વિસ્તારના કામ ન થતાં હોવાના કારણે નગરપાલિકાને તાળાબંધી પણ કરાઇ હતી. ગત શનિવારે નારાજ નગરસેવકો અજ્ઞાત સ્થળે ભેગા થઈ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

નારાજ સભ્યોની વ્યથા ગોધરા કમલમ પર પહોચતાં ભાજપ મોડવી મંડળ હરકતમાં અાવીને સભ્યોને મનાવવામાં લાગી ગયું હતું. કાલોલના ભાજપ પ્રભારીને નારાજ સભ્યોને મનાવવાની જવાબદારી સોપાઇ છે. કાલોલ નગરપાલિકા નારાજ સભ્યોને ગોધરા કમલમ ખાતે બોલાવ્યા હતા તમામ 28 સભ્યોને સાંભળવામાં આવ્યા હતા. તમામ સભ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારબાદ નગરપાલિકાના કામો રોડ ,રસ્તા, કચરા કલેકશન, પાણી સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓનું જલ્દીથી સમાધાન થઇ જશે, તેવી ખાતરી અાપતા મામલો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...