કોર્ટનો આદેશ:રોજમદારને નિવૃત્તિ પછીના લાભો આપવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો

કાલોલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાંબુઘોડામાં નાયબ કાર્યપાલકની કચેરીના
  • 1997માં કારણ વિના છૂટા​​​​​​​ કરી દેતાં કેસ દાખલ કર્યો હતો

જાંબુઘોડામાં આવેલ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા ચંદુભાઈ છગનભાઈ રાઠવાને તા.16 માર્ચ 1997ના રોજ કોઈપણ કારણ વગર નોકરીમાંથી છુટા કરી દેતા અરજદારે તરફથી કાલોલ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન પ્રમુખ દ્વારા મજુર અદાલત ગોધરા ખાતે કેસ દાખલ કરેલ.

જે કેસ અંગે દલીલો કરાતા ન્યાયાધીશ ડી જે વ્યાસે કામદારને છુટા કરવાનું પગલું ગેરકાયદે ઠેરવી પુનઃ સ્થાપિત કરવાના આદેશથી નારાજ થઈ ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ જે કેસ હાઇકોર્ટમાં ચાલતા અરજદારની ઉંમર 60 વર્ષથી થઇ જતા નિવૃત્તિના તમામ લાભો આપવા અંગેની દલીલો કરતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવે નિવૃત્તિ બાદ રોજમદાર તરીકેની સળંગ નોકરી પેન્શન, પેન્શન તફાવત પુરી ગ્રેજ્યુટી અને મળવાપાત્ર તમામ લાભો આપવાનો આદેશ કરવામાં આવેલ છે. જેને લઇને પરિવાર સહિત તેમના કામદારોમાં આંનદની લાગણી પ્રવર્તી છે.

અન્ય સમાચારો પણ છે...