તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાની આશંકા:કાલોલના સ્ટેમ્પ વેન્ડરનો મૃતદેહ સમાની નર્મદા કેનાલમાંથી મળ્યો

કાલોલ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગુરુવારે મામલતદાર કચેરી જવા નીકળ્યાં હતા

કાલોલના કોર્ટ પાસે આવેલ શિવમ પાર્ક સોસાયટી પાસે રહેતા અને મામલતદાર કચેરીના પટાંગણમાં બેસીને સ્ટેમ્પ વેન્ડર તરીકેની કામગીરી કરનાર 28 વર્ષીય વસીમભાઈ નિસારભાઈ અદા ગુરુવારે સવારે દસ વાગ્યે મામલતદાર કચેરીમાં જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. સાંજ સુધી ઘરે નહીં આવતાં તેમની શોધખોળ કરાઇ હતી.

દરમિયાન શનિવારે સવારના સવા અગિયાર વાગે કાલોલ તાલુકાના સમા ગામ નજીકની નર્મદા કેનાલમાં એક યુવકનો મૃતદેહ દેખાતા બહાર કાઢી ખાતરી કરતાં કાલોલના ગુમ સ્ટેમ્પ વેન્ડર વસીમભાઈ અદાનો મૃતદેહ હોવાની ખાતરી થતાં મૃતદેહને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાત મોકલી સગા સંબંધીને જાણ કરી હતી. આથી તેઓ કાલોલ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. સ્ટેમ્પ વેન્ડરની માતા જુબેદાબેનની જાહેરાત મુજબ કાલોલ પોલીસે અગમ્ય કારણોસર પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યાની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો