તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કાલોલ પાલિકાના એકાઉન્ટન્ટ પર કારોબારી અધ્યક્ષે હુમલો કર્યો

કાલોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકામાં બિલ ચૂકવણા બાબતે એકાઉન્ટ અને કારોબારી અધ્યક્ષ વચ્ચે મારામારી . - Divya Bhaskar
પાલિકામાં બિલ ચૂકવણા બાબતે એકાઉન્ટ અને કારોબારી અધ્યક્ષ વચ્ચે મારામારી .

કાલોલ નગરપાલિકામાં વર્ષોથી ક્લાર્ક ત્યારબાદ એકાઉન્ટની તરીકે હાલ ફરજ બજાવતા સતિષભાઈ પરીખ સાથે વોર્ડ નંબર ૭માં ચૂંટાયેલા સભ્ય અને કારોબારી અધ્યક્ષ યુવરાજ સિંહ વચ્ચે બિલ ચુકવણી બાબતે ચકમક ઝરી હતી. અને અાવેશમાં અાવી જઇ સતિષભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલામાં સતિષભાઈના ગળાના તથા માથાના ભાગમાં થી લોહી નીકળતું હતું. નગરપાલિકામાં બિલ ચૂકવણા બાબતે આ ઝઘડો થતા કાલોલમાં ટોપ ટાઉન મુદ્દો બન્યો હતો. જોકે અા અંગે પોલીસ ફરિયાદ કરી નથી તેમ સતીષભાઇઅે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...