આત્મહત્યા:કાલોલમાં દુષ્કર્મ કરનાર એક આરોપીનો આપઘાત

કાલોલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે એક હવસખોરને પકડી પાડયો હતો

કાલોલ તાલુકાના ગ્રામીણ વિસ્તારમંા રહેતી માનસીક અસ્થિર સગીરા સાથે નરેન્દ્ર ઉફે સંગો કાશીરામ પરમાર અને વિજય ઉફે ફેણીયો રમણભાઇ પરમારે બળજબરીપુર્વક દુષ્કર્મ અાચર્યુ હોવાની ફરીયાદ કાલોલ પોલીસ મથકે નોધાઇ હતી. પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનાર અેક અારોપી નરેન્દ્ર ઉફે સંગો કાશીરામ પરમારને પકડી પાડયો હતો.

​​​​​​​જયારે બીજો અારોપી વિજય ઉફે ફેણીયો રમણભાઇ પરમાર નાસતો ફરતો હતો. કાલોલ તાલુકાના અેક ગામ નજીકમાં અાવેલ નદીના કોતરમાંથી વિજય ઉફે ફેણીયો રમણભાઇ પરમાર ગળે ફાંસો ખાધેલી હાલતમાં પોલીસને મળી અાવ્યો હતો. દુષ્કર્મના અારોપી વિજયને સમાજમાં બદનામી અને પોતે કરેલાનો પસ્તાવાને લીધે અાત્મહત્યા કરી હોવાની ચર્ચાઅો પંથકમાં થઇ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અાપીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...