રોષ સાથે હલ્લો:કાલોલના 10થી વધુ ગામોમાં પુરવઠો ખોરવાતાં વીજ કચેરીને તાળાબંધી

કાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાલોલ પંથકમાં લાઇટના ધાંધીયા રહેતાં મલાવ ગામના લોકોઅે કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. - Divya Bhaskar
કાલોલ પંથકમાં લાઇટના ધાંધીયા રહેતાં મલાવ ગામના લોકોઅે કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.
  • વીજકંપનીના ઉચ્ચ અધિકારી અને SDM દોડી આવ્યા, વીજકંપનીએ કામગીરી કરીને વીજપુરવઠો મળતો થશે તેવી બાંહેધરી આપી
  • વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં કચેરીએ ગ્રામજનોએ રામધૂન શરૂ કરી

કાલોલ તાલુકાના અલવા, મલાવ, રાબોડ તેમજ અાસપાસના ગામોમાં છેલ્લા કેટલાય સમયથી વિજપુરવઠો ખોરવાતાં ગ્રામજનોએ અનેક ફરીયાદ વિજ કંપનીમાં કરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ખેતી માટે અપાતો વિજ પુરવઠો ન મળતાં ગ્રામજનો ગુસ્સે ભરાઇને કાલોલ ખાતેની અેમજીવીસીઅેલની કચેરીઅે પહોંચીને રામધુન શરૂ કરી હતી. ગામજનોઅે ઉગ્ર રજુઅાત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા ગ્રામજનો ગુસ્સે ભરાઇને વિજ કચેરીને તાળાં મારી દઇને રામધુન શરુ કરી હતી.

વાંરવાર રજુઅાત કરવા છતાં ખેડુતોને પુરતો વિજ પુરવઠો ન મળતાં ગ્રામજનો ધરણાં પર બેસી ગયા હતા. કાલોલની વિજકંપનીની તાળાબંધી થતાં અેમજીવીસીઅેલના ઉચ્ચ અધીકારી અને કાલોલ અેસડીઅેમ કચેરી ખાતે દોડી અાવ્યા હતા. અને ગુસ્સે ભરાયેલા ગ્રામજનોને સમજાવ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમો સવારના ભૂખ્યા તરસ્યા ઓફિસે આવી ગયા છે. વીજળી ન હોવાથી બાળકોને ઓનલાઇન ભણવામાં પણ તકલીફ પડે છે. અને સમગ્ર જનજીવન ખોરવાઈ જાય છે. ગામજનોઅે પ્રાંત ઓફિસર અને વિજકંપની એન્જિનિયરોને રજુઅાત કરી હતી.

પ્રાંત ઓફિસરે વહેલી તકે વિજપુરવઠો મળે તે માટે વિજકંપની અધિકારીઓ સાથે ચર્ચા કરીને ગામજનોને વિજપુરવઠો જલ્દીથી ચાલુ થશે તેવી બાંહેધરી અાપતાં ગામજનોનો રોષ ઠંડો પડયો હતો. જયારે કાલોલ વિજકંપનીના આસિસ્ટંટ લાઇટમેનની અનેક ફરીયાદો મળતાં તેની તાત્કાલીક બદલી કરી દેવામાં અાવી હોવાની જાણકારી મળી રહી છે.

ખેડૂતોને સમયસર વીજળી આપવાના પ્રયત્નો શરૂ
મલાવ રાબોડ અને જેલી પંથકના ફીડરનું જલ્દી સમારકામ કરાવી વીજળી સમયસર પહોંચે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. તે માટે અત્યારે બહારના ડિવિઝનમાંથી ટીમ બોલાવવામાં આવી છે. સમગ્ર મલાવ રાબોડ અને અન્ય ગામોમાં વીજળી ના જાય તે માટેના અમારા પ્રયત્નો હશે. જ્યોતિગ્રામ યોજના હેઠળ ખેડૂતોને પણ સમયસર વીજળી પહોંચે તે માટેના અમારા પ્રયત્નો શરૂ કરી દીધા છે. - સંજય વર્મા, અધિક્ષક ઈજનેર વર્તુળ કચેરી ગોધરા

અન્ય સમાચારો પણ છે...