તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કાલોલમાં ઊભરાતી ગટરો અને કન્ટેનરોથી લોકો ત્રસ્ત, છેલ્લાં 3 વર્ષથી ગંદકીની ભરમાર

કાલોલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાલોલમાં આવેલ કાશીમાં બાદ સોસાયટીમાં ઉભરાતી ગટર તથા કંટેનર નજરે પડે છે. - Divya Bhaskar
કાલોલમાં આવેલ કાશીમાં બાદ સોસાયટીમાં ઉભરાતી ગટર તથા કંટેનર નજરે પડે છે.

રાજ્ય સહિત જિલ્લામાં હાલ ડેન્ગ્યુ મેલેરીયા તથા ચિકનગુનિયાના દર્દીઓથી દવાખાના ઉભરાઇ છે. એવા સંજોગોમાં કાલોલ નગરના વોર્ડ નંબર પાંચમા આવેલા કાશીબા સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી કન્ટેનરો તથા ગટરોના પાણી રોડ ઉપર ઉભરાઇ રહ્યા છે. જેને લઇને સોસાયટીના રહીશોને અવરજવર કરવાનું અને રાત્રે ઊંઘવાનું પણ મુશ્કેલ બની ગયું છે.

કાશીબા સોસાયટીમાં આ વોર્ડના નગરસેવિકા નસીમબેનના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષથી આ સોસાયટીમાં ગંદકીની ભરમાર છે. અને કોઈ પાલિકાના કર્મચારી આ સોસાયટીમાં કચરો લેવા પણ આવતા નથી. અને સાફ સફાઇ પણ કરાવતા નથી. જેને કારણે સ્થાનિક રહીશોમાં ખૂબ જ ઉગ્ર રોષ જોવા મળે છે. આ ગંદકી અને ગટર ઉભરાવાને કારણે લોકો બીમાર પડ્યા છે. અને નાના બાળકો પણ બીમારીની ઝપેટમાં આવી જાય તેવું છે. આ વિસ્તાર રોગચાળાના ભરડામાં અાવે તે પહેલા ગંદકી અને ગટરોની તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ છે.

અન્ય સમાચારો પણ છે...