હુકુમ:ડેરોલ વિસ્તરણ રેન્જના કામદારને ફરજ પર હાજર કરી દેવા આદેશ, ખર્ચ પેટે રૂ. 5000 ચુકવવાનો પણ આદેશ કરાયો

કાલોલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાલોલ તાલુકામાં આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાં 11/12/2006થી રોજમદાર વોચમેનની રૂા. 1672ના પગારથી ફરજ બજાવતા લક્ષ્મણભાઇ વણકરને વ્યાજબી કારણો સિવાય તારીખ 17/9/2008થી છૂટા કરતા અરજદારે સ્ટેટ લેબર ફેડરેશનનો સંપર્ક કરતા ફેડરેશને રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિસ્તરણ કાલોલને પડેલા દિવસોના પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા નોટિસ આપેલ અને તેનો કેસ મદદનીશ શ્રમ આયુક્ત સમક્ષ દાખલ કરેલ

પરંતુ અરજદારની નોકરી પર પુન:ર્સ્થાપિત ના કરતા કેસ ગોધરા મજૂર અદાલત સમક્ષ રેફરન્સ કરેલ જેની કાર્યવાહી હાથ ધરાતા ગોધરા મજૂર અદાલત સમક્ષ સ્ટેટ લેબર ફેડરેશનના કાનૂની સલાહકાર એડવોકેટ હેતલ ભોઈના માર્ગદર્શન હેઠળ મંત્રી (એડવોકેટ) સંતોષ એ ભોઈ તથા ફેડરેશનના સેક્રેટરી (એડવોકેટ) વૈભવ ભોઈએ ધારદાર દલીલો કરતા જજ ડી જે વ્યાસે દલીલો સાંભળી નોકરીમાંથી છૂટા કરવાનું પગલું ગેરકાયદે અને મજૂર કાયદાની કલમનો ભંગ કરી નોકરીમાંથી છૂટા કરેલા હોય 30/11/ 21ના રોજ અરજદારને તેમની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવા તથા ખર્ચ પેટે 5000 ચૂકવવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...